Friday, November 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરની ન.પ્રા.શિ.સ.શાળામાં અભ્યાસ કરતા 12000 થી વધુ બાળકો

જામનગરની ન.પ્રા.શિ.સ.શાળામાં અભ્યાસ કરતા 12000 થી વધુ બાળકો

નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની સુવિધાઓથી પ્રેરાઈ 300 જેટલા વિદ્યાર્થીઓએ ખાનગી શાળામાંથી ન.પ્રા.શિ.સ.શાળામાં પ્રવેશ મેળવ્યો

- Advertisement -

જામનગર મહાનગર પાલિકાની ન.પ્રા.શિ.સંચાલિત 44 શાળાઓમાં 12000 થી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. શાળાની સુવિધાઓથી પ્રેરાઈને 300 જેટલા વિદ્યાર્થીઓએ અલગ અલગ ધોરણોમાં ખાનગી શાળાઓમાંથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં પ્રવેશ મેળવ્યો છે તેમજ વર્ષ 2024 માં બાલવાટિકામાં 1343 જેટલા બાળકોએ પ્રવેશ મેળવ્યો છે.

- Advertisement -

શિક્ષણ સમિતિના અધ્યક્ષ મનિષ કનખરા એ જણાવ્યું છે કે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જામનગર સંચાલિત 44 શાળાઓ આવેલી છે. તમામ શાળાઓમાં બાલવાટિકા થી ધોરણ 8માં 12000 થી વધુ બાળકો અભ્યાસ કરે છે. તમામ પ્રાથમિક શાળાઓમાં સરકાર દ્વારા નીમાયેલા તાલીમ પામેલા શિક્ષક ભાઈ બહેનો દ્વારા વર્ગ શિક્ષણ કાર્ય કરાવવામાં આવે છે.

પ્રાથમિક શિક્ષણમાં અભ્યાસની બાબતે અનેક સુધારા – વધારા થઈ રહ્યા છે અને તેના ભાગરૂપે પ્રાથમિક શાળાઓમાં ગુણોત્સવ કાર્યક્રમ થઈ રહ્યા છે. અને તેના માધ્યમથી શિક્ષણનાં દરેક પાસાઓની ચકાસણી કરવામાં આવે છે. અને તેનો સમગ્ર અહેવાલ રાજ્યકક્ષાએથી નક્કી થયેલા અધિકારીઓ દ્વારા તૈયાર કરવામાં આવે છે. અને તેના આધારે શૈક્ષણિક બાબતો જેવીકે શાળામાં વિદ્યાર્થીઓની હાજરી, ભૌતિક સુવિધાઓ, ટેકનોલોજી રમતગમત- વિજ્ઞાનમેળો- પ્રવાસ પર્યટન- વર્ષ દરમ્યાન લેવાતી પરીક્ષાઓ તેમજ શાળામાં ચાલતી પ્રવૃતિઓને ધ્યાને લઇ અને વર્ષ દરમ્યાનનું મૂલ્યાંકન કરી અને તેના આધારે શાળાઓના ગ્રેડ નક્કી કરવામાં ગુણોત્સવ 2023-24 હેઠળ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 44 શાળાઓમાં 35 જેટલી શાળાઓ ગતવર્ષ કરતા વધારે માર્ક દેવામાં આવ્યા છે. જેમાં 8 શાળા રેડઝોનમાંથી નીકળી યેલોઝોનમાં આવેલ છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વિકાસ થયેલ છે. તે સ્પષ્ટ દેખાઈ આવેલ છે.

- Advertisement -

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ટેકનોલોજીનાં યુગમાં શિક્ષણ મળી રહે તેવા શુભ આરામથી સરકાર દ્વારા શાળાઓમાં સ્માર્ટક્લાસ આપવામાં આવેલ છે. જેમાં ટેકનોલોજીના માધ્યમથી ઓડિયો – વિડીયો સાથે પાઠયપુસ્તક આધારિત શિક્ષણકાર્ય કરાવવામાં આવે છે. અને ડીજીટલ બ્લેક બોર્ડ દ્વારા બાળકોને શિક્ષણકાર્ય કરાવવામાં આવે છે.

જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની હસ્તકની દરેક શાળાના ક્લાસરૂમો સ્માર્ટક્લાસ બની ગયેલ છે. વિદ્યાર્થીઓને વિડીયો મારફત અભ્યાસ કરાવવામાં આવે છે, જેનાથી બાળકોને અભ્યાસમાં રૂચી રહે છે. અને યાદશક્તિમાં ઘણો બધો વધારો થાય છે. સમિતિની શાળાના દરેક ક્લાસ સ્માર્ટ કલાસ આ વર્ષે પૂર્ણ થયેલ છે, વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર યુગમાં કોમ્પ્યુટરની બેઝીક જાણકારી મેળવી શકે તે માટે સરકાર દ્વારા શાળાઓમાં કોમ્પ્યુટર વિષયનું પણ જ્ઞાન પ્રાપ્ત થઈ રહ્યું છે.નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની દરેક શાળામાં કોમ્પ્યુટર લેબ બની ગયેલ છે. વિદ્યાર્થીઓએ પ્રાથમિક શિક્ષણ સાથે ટેકનોલોજીની દુનિયા અવગત કરાવવામાં આવે છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સમિતિની દરેક શાળામાંઓમાં આ વર્ષથી જ કોમ્પ્યુટર શિક્ષણ પ્રાપ્ત થશે. તે પણ એક વિકાસની ગતી દેખાડવામાં આવેલ છ.

- Advertisement -

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષાઓમાં પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે ઓ.એમ.આર. પધ્ધતિથી લેવાતી પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ – નેશનલ મીન્સ કમ મેરીટ – કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જેવી પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ માટે વેકેશન દરમ્યાન તેમજ શાળા સમય બાદ વધારાના માર્ગદર્શન માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વર્ગનું આયોજન કરવામાં આવે છે. અને જેના કારણે વિદ્યાર્થીઓ ઉત્સાહભેર પરીક્ષાઓ આપે છે. અને ઉંચી ટકાવારી પ્રાપ્ત કરે છે. અને વાર્ષિક રૂ. 12000/- જેટલી શિષ્યવૃત્તિ વિદ્યાર્થીઓના બેંક ખાતામાં સરકાર દ્વારા જમા આપવામાં આવે છે. ગતવર્ષ આ મેરીટમાં ર2 વિદ્યાર્થીઓ આવેલ હતા. હાલના વર્ષે મેરીટ લીસ્ટમાં 18 વિદ્યાર્થીઓ આવ્યા છે. જયારે તે પરીક્ષામાં પાસ થયેલ વિદ્યાર્થીઓ 90 % પાસ થયેલ છે.

શહેરમાં ચાલતી ખાનગી શાળાઓમાં ઉંચી ફી અને આર્થિક ભારણને લીધે મધ્યમવર્ગનાં પરિવારો વિનામુલ્યે ચાલતી સરકારી શાળાઓમાં મળતી સુવિધાઓ શિક્ષણમાં આધુનિકતા તેમજ સહ શૈક્ષણિક પ્રવૃતિઓ – અનેક વિધ સ્પર્ધાઓ વગેરેથી પ્રેરાઈને 3300 જેટલા વિદ્યાર્થીઓ અલગ અલગ ધોરણોમાં ખાનગી શાળામાંથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં પ્રવેશ મેળવેલ છે, તેમજ 2024 માં બાલવાટિકામાં 1343 જેટલા બાળકોએ પ્રવેશ મેળવેલ છે, જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માટે ગૌરવની બાબત છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા છેલ્લા બે વર્ષથી સફળતાનાં શીખર તરફ પ્રયાણ કરી રહી છે, જનતાને પોતાના બાળકોને શિક્ષણકાર્ય લાભ લેવા શિક્ષણ સમિતિ ચેરમેન મનિષ કનખરા દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular