આજે રાજુલા ખાતે યોજાયેલ રામકથામાં મોરારીબાપુએ એક મોટી જાહેરાત કરી છે. જો કે આ કપરી સ્થિતીમાં ઓક્સિજન, ઇન્જેક્શન, બેડ, દવા કે ડોક્ટરની સેવા માટે એક કરોડ રૂપિયાનાં દાનની જાહેરાત કરી છે. જેમાં ચિત્રકુટધામ, તલગાજરડાની હનુમંત પ્રસાદી રૂપે વ્યાસપીઠ અને તેના સંલગ્ન સેવા કર્મચારીઓ તરફથી પાંચ લાખની નાણાકીય સેવાની જાહેરાત કરી છે.
અમરેલીના રાજુલામાં યોજવામાં આવેલ રામકથામાં મોરારી બાપુએ કોરોના સામે લડવા ઓક્સિજન, ઇન્જેક્શન, બેડ, દવા કે ડોક્ટરની સેવા માટે 1 કરોડ રૂપિયાનાં દાનની જાહેરાત કરી છે. જેમાં ચિત્રકુટધામ, તલગાજરડાની હનુમંત પ્રસાદી રૂપે વ્યાસપીઠ અને તેના સંલગ્ન સેવા કર્મચારીઓ તરફથી 5 લાખની નાણાકીય સેવાની જાહેરાત કરી છે. બાકીના 95 લાખ રૂપિયા આગામી દિવસોમાં નાણાકીય સહાય રૂપે મળશે. તેમાં પચ્ચીસ પચ્ચીસ લાખ રૂપિયા, રાજુલા, મહુવા, સાવરકુંડલા અને તળાજા ચાર તાલુકાના કોરોના સંદર્ભમાં જરૂરિયાત પ્રમાણે વાપરવામાં આવશે
રાજુલા ખાતે મહાત્મા આરોગ્ય ગાંધી હોસ્પિટલ અને રામપરા વૃંદાવન બાગ આશ્રમના લાભાર્થે કથા ચાલી રહી છે. આ કથામાં આરટી પીસીઆર ટેસ્ટ બાદ જ લોકોને પ્રવેશ આપવામાં આવે છે. મોરારીબાપુએ જણાવ્યું હતું કે કોરોનાના સમયમાં પ્રસાદની પ્રથા બંધ કરવી પડી છે ત્યારે જરૂરીયાત મંદોના ઘેર-ઘેર પ્રસાદી તરીકે અનાજ અને આરોગ્યલક્ષી વસ્તુઓ કીટ તરીકે 9 દિવસ માટે પહોંચે તેવી મારી ઇચ્છા છે.