Monday, December 23, 2024
Homeરાજ્યહાલારમેઘધનુષી રંગો ધરાવતું ચોમાસાનું મહેમાન ‘નવરંગ’

મેઘધનુષી રંગો ધરાવતું ચોમાસાનું મહેમાન ‘નવરંગ’

- Advertisement -

ચોમાસામાં આપણે ત્યાં બે પક્ષીઓનો વૈભવ અનેરો હોય છે. વરસાદમાં મોરનું મયુર નૃત્ય અને નવરંગનો ટહુકો… કુદરતે બક્ષીસમાં આપેલા અનેરા રંગોથી સજ્જ આ બન્ને પક્ષીઓમાં નવરંગ પક્ષી સૌરાષ્ટ્ર-ગુજરાતના પથરાળ અને ડુંગરાળ વિસ્તારોમાં ચોમાસાની છડી પોકારવા આવતું હોય છે….ખાસ કરીને માથાથી પુંછડી સુધીમાં નવ જેટલા રંગો ધરાવતું હોવાથી આ પક્ષી નવરંગ (ઈન્ડીયન પીટટા) તરીકે આપણે ત્યાં ઓળખાય છે… જંગલ જેવા વિસ્તારોમાં મોટા પાંદળાના સહારે પોતાનો માળો બનાવે છે અને ચોમાસામાં આવા વિસ્તારોમાં રોકાય બચ્ચાને વયસ્ક બનાવે છે. માળા સાથે જોડી બનાવવા સમયે નવરંગ એક અલજ જ પ્રકારનો ટહુકો કરે છે જે લાંબા અંતર સુધી સંભળાય છે. તેના કલર અને ટહુકાથી આકર્ષાય માદા નર સાથે જોડી બનાવે છે…બિપરજોય વાવાઝોડાની અસરો છતાં આ વર્ષે જામનગર પોરબંદરના બરડા ડુંગરના અનેક વિસ્તારો, જામનગરના ભાણવડ, જામજોધપુર અને રાજકોટ જસદણ નજીકના હિંગોળગમાં મોટી સંખ્યામાં આ મેઘધનુષી રંગોના રાજા એવા નવરંગનું આગમન થયું છે. (તસ્વીર : વિશ્વાસ ઠકકર)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular