Tuesday, December 16, 2025
Homeસમાચારરાષ્ટ્રીયમોદીનું મહા અભિયાન : દેશમાં 1લાખ કોરોના યોદ્ધાઓ તૈયાર કરાશે

મોદીનું મહા અભિયાન : દેશમાં 1લાખ કોરોના યોદ્ધાઓ તૈયાર કરાશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે 18 જુનાના રોજ ફંન્ટલાઈન વર્કર્સ માટે ‘કસ્ટમાઈઝ્ડ ક્રેશ કોર્સ’ પ્રોગ્રામ લોન્ચ કર્યો. 26 રાજ્યોમાં 111 તાલિમ કેન્દ્રોની સાથે કાર્યક્રમનું લક્ષ્ય દેશભરમાં એક લાખથી વધુ કોવિડ યોદ્ધાઓને તાલીમ આપવાનો છે. 6 વિશિષ્ટ ભૂમિકા માટે 1 લાખ યુવાઓને કોવિડ યોદ્ધાના રૂપમાં તૈયાર કરવામાં આવશે.

- Advertisement -

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રોજ 26 રાજ્યોમાં 111 તાલિમ કેન્દ્રોની કોવીડ 19 હેલ્થ વર્કર માટે વિશેષ રૂપથી તૈયાર પ્રશિક્ષણ કાર્યક્રમની વિડીઓ કોન્ફરન્સના માધ્યમથી શરૂઆત કરાવી. આ અંગે પીએમ મોદીએ જણાવ્યું કે આજે દેશમાં 1લાખ ફ્રન્ટલાઈન કોરોના યોદ્ધાઓ તૈયાર કરવાના લક્ષ્યની શરૂઆત થઇ રહી છે. 6 વિશિષ્ટ ભૂમિકા માટે યુવાઓને તૈયાર કરવામાં આવશે. જેના હેઠળ યુવાઓને રોજગારીની નવી તકો પણ મળશે.

કાર્યક્રમનો ઉદ્દેશ દેશભરમાં એક લાખથી વધુ કોવિડ યોદ્ધાઓને કૌશલ અને અપસ્કિલ આપવાનો છે. હોમ કેર સપોર્ટ, બેસિક કેર સપોર્ટ, એડવાંસ કેર સપોર્ટ, ઈમરજન્સી કેર સપોર્ટ, સેમ્પલ કલેક્શન સપોર્ટ અને મેડિકલ ઈક્વિપમેન્ટ સપોર્ટ જેવી વસ્તુઓની તાલીમ આપવામાં આવશે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે ફ્રન્ટ લાઈન વર્કરના વિશેષ પ્રશિક્ષણ કાર્યક્રમ અંતર્ગત ઉમેદવારોને નિશુલ્ક ટ્રેનીંગ, સ્કીલ ઇન્ડિયાનું સર્ટીફીકેટ, ભોજન અને રહેવાની સુવિધા, યોગ્ય સ્ટાઇપેન્ડ અને પ્રમાણિત ઉમેદવારોને 2લાખ રૂપિયાનો અકસ્માત વીમો પણ આપવામાં આવશે. આ ક્રેશ કોર્ષ પૂર્ણ થતાં ની સાથે જ ઉમેદવારો પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર,  સ્વાસ્થ્ય સુવિધાઓ તેમજ હોસ્પિટલોમાં કામ કરી શકશે. 276 કરોડના આર્થિક ખર્ચ સાથે વડા પ્રધાન કૌશલ વિકાસ યોજના 3 ના કેન્દ્રિય ઘટક હેઠળ આ કાર્યક્રમની રચના એક વિશેષ કાર્યક્રમ તરીકે કરવામાં આવી છે. આ મુખ્ય પ્રધાન કૌશલ વિકાસ યોજના 3.0 હેઠળનો એક કાર્યક્રમ છે, જે ખાસ કરીને ફ્રન્ટલાઈન વર્કરો માટે બનાવવામાં આવ્યો છે. આ કાર્યક્રમ આરોગ્ય ક્ષેત્રે કર્મચારીઓની વર્તમાન અને ભાવિ જરૂરિયાતોને પહોંચી વળવા કુશળ બિન-તબીબી સ્વાસ્થ્યકર્મીઓને તૈયાર કરશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular