Thursday, September 19, 2024
Homeરાજ્યગુજરાતકચ્છને સ્મૃતિવન, અમદાવાદને અટલ બ્રિજની ભેટ આપશે મોદી

કચ્છને સ્મૃતિવન, અમદાવાદને અટલ બ્રિજની ભેટ આપશે મોદી

7500 મહિલા કારીગરો એક સાથે ચરખો ચલાવીને રચશે ઇતિહાસ

- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજે ખાદી ઉત્સવનો અનોખો કાર્યક્રમ યોજાશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપશે. અહીં 7500 મહિલા ખાદી-કારીગરો એક જ સમયે એકસાથે ચરખાનું જીવંત નિદર્શન કરશે. કાર્યક્રમ સ્થળ પર 75 રાવણહથ્થા કલાકારો દ્વારા વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવશે. વડાપ્રધાન સ્થળ પર હાજર ખાદી-કારીગરો સાથે વાર્તાલાપ પણ કરશે અને તેમની સાથે ચરખો કાંતશે. એ ઉપરાંત તેઓ રિવરફ્રન્ટ પર તૈયાર કરવામાં આવેલા અટલ બ્રિજનું લોકાર્પણ કરશે.

- Advertisement -

મોદી આજે સાંજે અમદાવાદમાં જાહેર જનસભાને પણ સંબોધશે. ત્યારબાદ ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે. આવતીકાલે 28 ઓગસ્ટના રોજ મોદી કચ્છના પ્રવાસે જશે, જ્યાં તેઓ કચ્છના ભુજમાં સ્મૃતિવનનું લોકાર્પણ કરશે. તેઓ કચ્છ-ભુજ નર્મદા કેનાલની બ્રાન્ચ કેનાલનું લોકાર્પણ કરશે. તેઓ 1745 કરોડના ખર્ચે 375 કિમી લાંબી કેનાલનું લોકાર્પણ કરશે, જેને લીધે કેનાલથી 948 ગામ અને 10 શહેરને પાણીનો લાભ મળશે. 28 ઓગસ્ટના રોજ તેઓ ગાંધીનગરના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. મારુતિ સુઝુકી કંપનીના કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેશે. તેઓ મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે.

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે શનિવારે યોજાનારા ખાદી ઉત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બારડોલીના સત્યાગ્રહમાં ઉપયોગમાં લેવાયેલો 94 વર્ષ જૂનો ચરખો કાંતશે. રાજ્યભરમાંથી ભાગ લેનારી 7500 મહિલા પણ ચરખો કાંતી ખાદી ગ્રામોદ્યોગને પ્રોત્સાહન આપવાનો મેસેજ આપશે .મોદી 1920થી અત્યારસુધી ઉપયોગમાં લેવામાં આવેલા 22 ચરખા પણ નિહાળશે. આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે ખાદીના મહત્ત્વને દર્શાવવા આ વિશેષ ઉત્સવનું આયોજન કરાયું છે. સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન ખાદીનું જે વિશેષ મહત્ત્વ હતું એને પણ કાર્યક્રમમાં ઉજાગર કરવામાં આવશે. મોદી આ નિમિત્તે જાહેરસભાને પણ સંબોધશે. રાજ્યના સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ સહિતના તાલુકા અને જિલ્લામાંથી આવેલા 7500 મહિલા કારીગર એકસાથે ચરખો કાંતશે. વિશ્વમાં આ પ્રકારનું આયોજન પ્રથમ વખત જ થઈ રહ્યું છે. ભાગ લેનારી મહિલાઓ સફેદ સાડી પર તિરંગાનું અંગવસ્ત્ર પહેરશે. રાજ્યમાંથી આવેલા 75 રાવણ હથ્થા કલાકારો વડાપ્રધાનનું સ્વાગત કરશે. 1920થી બનેલા વિવિધ પ્રકારના ચરખાની વિશેષ માહિતી પણ રજૂ કરવામાં આવશે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular