Friday, November 22, 2024
Homeરાષ્ટ્રીયમોદી ઇન જાપાન, ઉમળકાભર્યું સ્વાગત

મોદી ઇન જાપાન, ઉમળકાભર્યું સ્વાગત

પ્રધાનમંત્રી કવાડ શિખર સંમેલનમાં ભાગ લેશે

- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની બે દિવસીય યાત્રા અંતર્ગત જાપાનની રાજધાની ટોક્યો ખાતે પહોંચ્યા છે. ટોક્યો પહોંચ્યા બાદ વહેલી સવારે તેમણે હોટેલ ન્યૂ ઓટાનીની બહાર તેમના સ્વાગત માટે રાહ જોઈ રહેલા બાળકો સાથે ખાસ સંવાદ સાધ્યો હતો.

- Advertisement -

વડાપ્રધાન મોદીના સ્વાગત માટે ત્યાં ઉપસ્થિત એક મહિલાએ જણાવ્યું કે, ’અમને જાપાનમાં વડાપ્રધાન મોદીનું સ્વાગત કરતાં ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. તેમની ઉર્જા સકારાત્મક છે. તેમણે અમને દરેક જગ્યાએ ગૌરવાન્વિત કર્યા છે.’

ભારતીય પ્રવાસીઓએ 2 દિવસની યાત્રા અંતર્ગત જાપાન પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ખૂબ જ જોરદાર સ્વાગત કર્યું હતું. આ દરમિયાન વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા પણ ગૂંજી ઉઠ્યા હતા. વડાપ્રધાન મોદી જાપાનીઝ વડાપ્રધાન ફુમિયો કિશિદાના નિમંત્રણ પર 24 મેના રોજ યોજાનારા ક્વાડ શિખર સંમેલનમાં સહભાગી બનવા માટે ટોક્યો પહોંચ્યા છે.

- Advertisement -

ટોક્યો પહોંચ્યા બાદ વડાપ્રધાન મોદીએ ટ્વિટમાં લખ્યું હતું કે, ’ટોક્યો પહોંચ્યો. આ યાત્રા દરમિયાન ક્વાડ શિખર સંમેલન સહિત વિભિન્ન કાર્યક્રમોમાં ભાગ લઈશું. સાથે જ ક્વાડ નેતાઓની મુલાકાત લઈશું.
જાપાની વ્યાપાર જગતના નેતાઓ અને વાઈબ્રન્ટ ભારતીય પ્રવાસીઓ સાથે પણ વાતચીત થશે.’ ટોક્યો ખાતે યોજાનારી આ બેઠક ક્વાડ નેતાઓની ચોથી બેઠક હશે. નેતાઓ તેમાં ક્વાડ પહેલ અને કાર્ય સમૂહોની પ્રગતિ અંગેની સમીક્ષા કરશે. સહયોગના નવા ક્ષેત્રોની ઓળખ કરશે તથા ભવિષ્યના સહયોગ માટે રણનૈતિક માર્ગદર્શન તૈયાર કરશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular