વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મણિપુર અને ત્રિપુરામાં અનેક વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવા બંને રાજ્યોની મુલાકાત લીધી હતી. પીએમ મોદી ઇમ્ફાલમાં રૂા. 4,800 કરોડના 22 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું હતું. જ્યારે વડાપ્રધાન અગરતલામાં મહારાજા વીર વિક્રમ એરપોર્ટ ટર્મિનલ બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરેલ અને બે મહત્ત્વપૂર્ણ વિકાસ યોજનાઓનું પણ લોકાર્પણ કર્યું હતું.
મણિપુરમાં મોદી રૂ. 1,850 કરોડના મૂલ્યની 13 યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું અને રૂ. 2,950 કરોડના નવ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યા. આ રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પીવાના પાણી પુરવઠા, આરોગ્ય, શહેરી વિકાસ, આવાસ, માહિતી ટેકનોલોજી, કૌશલ્ય વિકાસ અને કલા અને સંસ્કૃતિ સહિતના પ્રોજેક્ટ વિવિધ ક્ષેત્રો સાથે સંબંધિત છે. કનેક્ટિવિટી સુધારવા માટે દેશભરમાં ચાલી રહેલા પ્રોજેક્ટ્સની જેમ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી રૂ. 1,700 કરોડ સાથે વધુ ખર્ચે બાંધવામાં આવનાર પાંચ રાષ્ટ્રીય ધોરીમાર્ગોના પ્રોજેક્ટનો પાયો નાખ્યો હતો.
અન્ય મહત્વપૂર્ણ પ્રોજેક્ટ નેશનલ હાઈવે-37 પર બરાક નદી પરનોપુલ છે, જે ઈમ્ફાલથી સિલચર સુધી રૂ. 75 કરોડના ખર્ચે બાંધવામાં આવ્યો છે. આ પુલથી કનેક્ટિવિટી વધશે અને મોદી તેનું ઉદ્ઘાટન કરશે.મોદીએ મણિપુરના લોકો માટે લગભગ રૂ. 1,100 કરોડના ખર્ચે 2,387 મોબાઈલ ટાવર પણ બનાવ્યા છે. જે જનાતાને આજે સમર્પિત કર્યા. આનાથી મોબાઈલ કનેક્ટિવિટીમાં સુધારો આવશે. દરેક ઘરમાં પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવાની મોદીની કવાયતના ભાગ રૂપે, રાજ્યમાં પીવાના પાણી પુરવઠાની યોજનાઓનું ઉદ્ઘાટન કરાયું. જેમાં રૂ. 280 કરોડના થોબલ બહુ હેતુક પ્રોજેક્ટની વોટર ટ્રાનસમિશન સિસ્ટમનો સમાવેશ થાય છે. અન્ય પ્રોજેક્ટમાંથી તામેંગલોંગ જિલ્લાના 10 વિસ્તારો રાજ્યના રહેવાસીઓને પીવાનું શુદ્ધ પાણી મળશે અને તેની કિંમત 65 કરોડ છે. મોદીએ 51 કરોડના ખર્ચે સેનાપતિ જિલ્લા મુખ્યાલયનું પાણી પુરવઠા યોજનાનું ઉદ્ઘાટન પણ કર્યું. વડાપ્રધાન ઈમ્ફાલમાં રૂ. 160 કરોડના ખર્ચે નિર્માણ થનારી કેન્સર હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો. વો કીયામગેઈમાં 200 પથારીની સુવિધા ધરાવતુ કોવિડ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું. ભારતીય શહેરોને પુનજીર્વિત કરવાના પ્રયાસોના ભાગરૂપે, મોદી ‘ઈમ્ફાલ સ્માર્ટ સિટી મિશન’ હેઠળ અનેક પ્રોજેક્ટ્સ લોન્ચ કરેલ.