Wednesday, January 8, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં ધો. 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મોડલ ટેસ્ટ યોજાઇ - VIDEO

જામનગરમાં ધો. 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મોડલ ટેસ્ટ યોજાઇ – VIDEO

ધો. 10ના 1800 અને 12ના 1200 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી

- Advertisement -

 

- Advertisement -

ગુજરાતમાં ધો. 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ નજીક આવી રહી છે. ત્યારે વિદ્યાર્થીઓ તેની પૂરજોશમાં તૈયારીઓ પણ કરી રહ્યાં છે. ત્યારે દરવર્ષે લાખોની સંખ્યામાં ગુજરાતમાં વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપે છે. જ્યારે આ વર્ષે પરીક્ષા થોડી વહેલી શરુ થવાની હોય હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વિદ્યાર્થઓ અને તેના શિક્ષકો દ્વારા તૈયારીઓ શરુ કરી દેવાઇ છે. જેના ભાગરુપે જામનગર ખાતે જામનગર કોચિંગ કલાસ એસો. તથા ભાજપ શિક્ષણ સેલ દ્વારા મોડલ ટ્રસ્ટ-2025નું આયોજન કરાયું હતું.

- Advertisement -

બોર્ડની પરીક્ષાને લઇને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં થોડો ભય જોવા મળતો હોય છે. ત્યારે વિદ્યાર્થીઓનો આ ડર દૂર કરવા તેમજ તેમનામાં આત્મ વિશ્ર્વાસ વધારવાના હેતુથી જામનગર કોચિંગ કલાસ એસો. તથા ભાજપ શિક્ષણ સેલ દ્વારા ધો. 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સવારે અને બપોરે એમ બે પેપર મહિલા કોલેજ, ડીકેવી કોલેજ અને જ્ઞાનગંગા સ્કૂલ લાલપુર રોડ ખાતે મોડલ ટેસ્ટ યોજવામાં આવી હતી.

આ મોડલ ટેસ્ટનું આયોજન જામનગર કોચિંગ કલાસ એસો. છેલ્લા 17 વર્ષથી કરી રહ્યું છે. ત્યારે ધો. 10ના વિદ્યાર્થીઓ માટે ગણિત અને વિજ્ઞાન તેમજ ધો. 12ના વિદ્યાર્થીઓ માટે એકાઉન્ટ અને બીઓની પરીક્ષા લેવાઇ હતી. જેમાં ધો. 10ના આશરે 1800 વિદ્યાર્થીઓ તેમજ ધો. 12ના 1200 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. શહેરના પાંચ કેન્દ્ર પર 58 વર્ગખંડમાં 140 જેટલા સુપરવાઇઝરની હાજરીમાં પરીક્ષા લેવામાં આવી હતી. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે જામનગર કોચિંગ કલાસ એસો.ના પ્રમુખ જતીન સોમૈયા તેમજ સેક્રેટરી પ્રતાપ સોઢા અને સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular