Thursday, December 26, 2024
Homeરાષ્ટ્રીયજોખમી કોરોના સંદર્ભે દેશભરના હેલ્થ સેન્ટરોમાં મોકડ્રીલ

જોખમી કોરોના સંદર્ભે દેશભરના હેલ્થ સેન્ટરોમાં મોકડ્રીલ

- Advertisement -

ભારતમાં કોરોનાના વધતા જતા જોખમ વચ્ચે આજે દેશભરનાં કોવિડ હેલ્થ સેન્ટરો પર મોકડ્રિલ શરૂ થઈ ગઈ છે. દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાએ સફદરજંગ હોસ્પિટલની મુલાકાત લઈને મોકડ્રિલની સમીક્ષા કરી હતી. તેમણે હોસ્પિટલના અધિકારીઓ સાથે વાત કરી છે. ઓક્સિજન સપ્લાય અને વેન્ટિલેટર માટે કરવામાં આવેલી તૈયારીઓ વિશે માહિતી મેળવી હતી. તમામ રાજ્યોમાં મોકડ્રિલ કરવામાં આવી રહી છે. ત્યાંના આરોગ્યમંત્રી કોરોના માટે હોસ્પિટલોમાં કરવામાં આવેલી તૈયારીઓની તપાસ કરી રહ્યા છે. એ જ સમયે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન એ પણ લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી છે. 2020-21માં આ વસ્તુઓની ભારે અછત હતી. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર આ વ્યવસ્થાઓને મજબૂત રાખવા માંગે છે. દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિદેશથી આવનારા નાગરિકો પર વોચ રાખવા માટે સરકારી શિક્ષકોને એરપોર્ટની ડ્યૂટીમાં લગાડી દેવામાં આવ્યા છે. બીજી તરફ, બિહારના બૌદ્ધ ગયામાં વિદેશથી આવનારા લોકોના ટેસ્ટિંગ દરમિયાન 11 વિદેશી નાગરિક કોવિડ પોઝિટિવ મળ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular