રાજયપાલ આચાર્ય દેવવ્રતે નવરચિત ગુજરાત વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલને રાજ ભવન ખાતે શપથ લેવડાવ્યા હતા.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલ તેમજ મંત્રી મંડળના મંત્રીઓ અને રાજય સરકારના સચિવો આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા. રાજયપાલ અને મુખ્યમંત્રીએ યોગેશ પટેલને શુભેચ્છાઓ આપી હતી.
વિધાનસભા ગૃહમાં સોમવારે બપોરે 12 વાગ્યે મુખ્યમંત્રી સહિતના ધારાસભ્યોની શપથવિધિ શરૂ થઇ ગઇ છે. વિધાનસભાગૃહમાં પ્રોટેમ સ્પીકર અન્ય ધારાસભ્યોનો શપથ ગ્રહણ કરાવવાની શરૂઆત કરી હતી. ચૂંટણી બાદ ધારાસભ્યોની શપથવિધિ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. સોમવારે સવારે તમામ ધારાસભ્ય વિધાનસભા ગૃહમાં શપથ લઈ રહ્યા છે.
બપોરે 12 વાગ્યે શપથવિધિનો કાર્યક્રમ શરૂ થયો હતો. જેમાં પ્રોટેમ સ્પીકર યોગેશ પટેલ પહેલા મુખ્યમંત્રીને શપથ લેવડાવ્યા હતા. ત્યાર બાદ માજી અધ્યક્ષ રમણલાલ વોરા અને ગણપત વસાવા પણ શપથ લીધા હતા. પ્રોટેમ સ્પીકર મુખ્યમંત્રી બાદ કેબિનેટ મંત્રીઓ, રાજ્યકક્ષાના મંત્રીઓ, મહિલા ધારાસભ્યો અને અંતે પુરુષ ધારાસભ્યોને શપથ લેવડાવી રહ્યા છે. અંદાજિત 4 કલાક સુધી શપથવિધિ કાર્યક્રમ ચાલશે.
આજે ધારાસભ્યોની શપથવિધિ પહેલાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સહિતની હાજરીમાં શંકર ચૌધરીએ વિધાનસભા અધ્યક્ષ અને જેઠાભાઈ ભરવાડે ઉપાધ્યક્ષની ચૂંટણી માટે ફોર્મ ભર્યું હતું. આવતીકાલે મંગળવારે સવારે 10 વાગ્યે શત્ર શરૂ થશે,