Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરકેન્દ્ર સરકારના 18 વર્ષથી ઉપરનાને વેક્સિન આપવાના નિર્ણયને આવકારતા ધારાસભ્ય

કેન્દ્ર સરકારના 18 વર્ષથી ઉપરનાને વેક્સિન આપવાના નિર્ણયને આવકારતા ધારાસભ્ય

- Advertisement -

ભારત સરકાર દ્વારા આગામી તા. 1 મે થી 18 વર્ષથી ઉપરનાને વેક્સિન આપવા નિર્ણય કરાયો છે. જેને ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઇ માડમે આવકારી યુવાનોને વેક્સિન લેવા અપીલ કરી છે.

- Advertisement -

ગત તા. 5 એપ્રિલના રોજ ધારાસભ્ય વિક્રમભાઇ માડમ દ્વારા વડાપ્રધાનને પત્ર લખી 18 વર્ષથી ઉપરનાને રસી આપવા રજૂઆત કરી હતી. ત્યારે ગઇકાલે ભારત સરકાર દ્વારા 1લી મે થી યુવાનોને વેક્સિન આપવાનો નિર્ણય લીધો છે. જેને વિક્રમભાઇ માડમ આવકારી જણાવ્યું છે કે, તેમની માંગણીને ભારત સરકાર દ્વારા ગ્રાહ્ય રાખી 18 વર્ષથી ઉપરના તમામને વેક્સિન આપવાનું નક્કી કર્યું છે. જે આવકારદાયક છે. વધુમાં તેમણે જણાવ્યું છે કે, વેક્સિન સિવાય બીજો કોઇ ઇલાજ નથી. તમામે વેક્સિન લેવી આવશ્યક છે. ત્યારે આ વય મર્યાદાના તમામ લોકોએ શકય હોય તેટલી ઝડપે પોતાનો ક્રમ આવે ત્યારે વેક્સિન લેવા અપીલ કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular