Tuesday, December 24, 2024
Homeરાજ્યહાલારધારાસભ્ય હેમત ખવા સમરસ ગ્રામ પંચાયતને આપશે રૂા.1 લાખની ગ્રાન્ટ

ધારાસભ્ય હેમત ખવા સમરસ ગ્રામ પંચાયતને આપશે રૂા.1 લાખની ગ્રાન્ટ

- Advertisement -

ધારાસભ્ય હેમતભાઇ ખવા દ્વારા પોતાના વિસ્તારના લોકોની સુખાકારી માટે લગાતાર કાર્યવાહી અને લોકઉપયોગી નિર્ણય લેવામાં આવી રહ્યાં છે. ત્યારે જામજોધપુર તાલુકા પંચાયત કચેરી ખાતે હેમત ખવાના અધ્યક્ષસ્થાને અધિકારીઓ-પદાધિકારીઓની મિટિંગ યોજાઇ હતી.

- Advertisement -

આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીને પગલે યુવા ધારાસભ્ય હેમતભાઇ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી હતી. જેમાં પક્ષાપક્ષીથી પર રહી જે ગ્રામ પંચાયત બિનહરીફ થશે. તે ગામને એમએલએ ફંડમાંથી રૂા. 1 લાખની ગ્રાન્ટની જાહેરાત કરાઇ છે. ગામમાં રહેલા સંપ અને અકેસુરતા જળવાઇ અને અન્ય ગામોનો પ્રેરણા મળે તેવા ઉમદા ભાવથી ધારાસભ્ય દ્વારા આ પ્રકારનો નિર્ણય લેવાયો છે. વધુમાં દરેક ગામને વિકાસનો પંથ મળે અને લોકોની અગવડતા દૂર થાય તે માટે પ્રથમ વખત ગામોના સરપંચ અને તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજી નવો ચિલો ચિતર્યો છે. ઉપરાંત લોકહિતની રાજનીતિને માનતા ધારાસભ્ય હેમતભાઇ દ્વારા તમામ સરપંચો અધિકારી, પદાધિકારીઓની હાજરીમાં પ્રજાની સમસ્યાના નિકાલ માટે ગમે ત્યારે જાણ કરવા અને પક્ષાપક્ષીથી દૂર તમામને સમાન ગ્રાન્ટની ફાળવણીની ખાતરી આપવામાં આવી હતી. ઉપરાંત રાજ્ય સરકારની મહત્વની યોજના સ્માર્ટ વિલેજ, સ્વર્ણિમ આવાસ કોલોની અને ન્યુ ગુજરાત પેટર્ન જેવી યોજનાનો આજ સુધી અમલવારી જ થતી ન હતી. જેનો લાભ વધુને વધુ લોકોને મળે તે માટે આ યોજના શરુ કરવા સૂચના આપી હતી.

મિટિંગ દરમિયાન જામજોધપુર પંથકના વિકાસ કામોની સમીક્ષા કરાઇ હતી. જેમાં ગતવર્ષોના બાકી રહેલ કામોના એગ્રીમેન્ટ તાત્કાલિક કરવા ઉપરાંત એગ્રીમેન્ટ થયેલા કામો તાબડતોબ શરુ કરાવવા અને જે ગ્રામ પંચાયત કામ કરવા માગતી ન હોય તેના ટેન્ડર મુજબ કાર્ય પૂર્ણ કરાવવા તાકિદ કરાઇ હતી. વધુમાં જે ગ્રામ પંચાયતોની ટર્મ પૂર્ણ થાય છે. તેના કામને પ્રાધાન્ય આપી તાત્કાલિક કામગીરી હાથ ધરવા, મંજૂર કામને સમય મર્યાદામાં પૂર્ણ કરવા તાકિદ કરી હતી.
આ દરમિયાન નાણાપંચની જોગવાઇ મુજબ ગ્રામ પંચાયતને મળતી ગ્રાન્ટ તાલુકા અને જિલ્લા પંચાયત દ્વારા આયોજન કરવામાં આવે છે. તેને 100 ટકા ગ્રાન્ટ ગ્રામ પંચાયતને ફાળવવા અંગે તેવી સરપંચોએ રજૂઆત કરતાં ધારાસભ્યએ આ અંગે સરકારમાં રજૂઆતની ખાતરી આપી હતી.

- Advertisement -

પ્રધાનમંત્રી આવાસ યોજનાના કામો અને સ્માર્ટ વિલેજ યોજના, સ્વર્ણિમ આવાસ કોલોની યોજના અંગે અને આ તાલુકામાં તલાટી-કમ-મંત્રીની સંખ્યા ઘણી ઓછી હોવાના કારણે એક તલાટી પાસે એક કરતાં વધારે ગામો ચાર્જમાં છે. તો ક્યાં તલાટી ક્યાં ગામે ક્યૈં દિવસે હાજર રહેશે? તે બાબતનું બોર્ડ ગ્રામ પંચાયતમાં જાહેરામાં બધા જોઇ શકે તે રીતે મૂકવા જણાવાયું છે. પીજીવીસીએલ દ્વારા ગામ બહાર કનેકશન આપવાના કિસ્સામાં પ્રમાણપત્ર માગે છે. જેથી અરજદારો મુશ્કેલી ભોગવતા હોવાથી તેના ઉકેલ માટે ફોર્મેટ નક્કી કરવા સહિતની દિશામાં પ્રયત્નો હાથ ધરવા સૂચના અપાઇ હતી.

આ દરમિયાન જામજોધપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ દેવાભાઇ પરમાર, કારોબારી સમિતિના અધ્યક્ષ ગોવિંદભાઇ બડીયાવદરા, તાલુકા પંચાયતના ચૂંટાયેલ સદસ્યો, સરપંચો, તલાટી-કમ-મંત્રીઓ તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમ 80- જામજોધપુર-લાલપુરના ધારાસભ્ય હેમત ખવાની યાદીમાં જણાવાયું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular