Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરપેટ્રોલ-ડિઝલની એકસાઇઝ ડયુટી ઘટાડવા બદલ વડાપ્રધાનનો આભાર માનતા ધારાસભ્ય હકુભા

પેટ્રોલ-ડિઝલની એકસાઇઝ ડયુટી ઘટાડવા બદલ વડાપ્રધાનનો આભાર માનતા ધારાસભ્ય હકુભા

- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સિતારામન દ્વારા પેટ્રોલ-ડીઝલ પરની એકસાઈઝ ડયુટીમાં ધરખમ ઘટાડો કરી અને રાંધણ ગેસની સબસીડીમાં વધારો કરવામાં જનહીત કારી નિર્ણય બદલ જામનગરની જનતાવતી જામનગર 78ના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ એમ. જાડેજા(હકુભા)એ આભારની લાગણી વ્યકત કરી છે. તેઓએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દરેક વર્ગની ચિંતા કરી એક સંવેદનશીલ નેતા તરીકે કેન્દ્ર સરકાર નિર્ણય લઈ રહી છે.

- Advertisement -

ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ એમ. જાડેજા(હકુભા)એ આભારની લાગણી વ્યકત કરતાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલમાં લીટરે કિંમતમાં રૂા.9.50, ડીઝલમાં રૂા.7નો ઘટાડો કર્યો છે તેમજ ઉજજવલા યોજનામાં સીલીન્ડર દીઠ રૂા.200ની સબસીડીના પ્રજાલક્ષી નિર્ણય લેવા બદલ હું કેન્દ્ર સરકારનો જામનગરવાસીઓ તરફથી આભાર માનું છું. કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ-ડિઝલમાં આપવામાં આવેલી રાહતથી મધ્યમ અને ગરીબ વર્ગ સહિત આમ જનતાને ખુબ લાભ થશે એટલું જ નહીં રાંધણગેસના બાટલામાં રૂા.200ની સબસીડી વધારીને સામાન્ય માણસની પડખે રહેવાના આ સંવેદનાસભર નિર્ણયનો લાભ દેશના કરોડો લોકોને થશે. આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઈલની કિંમત વધી છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા એકસાઈડ ડયુટી ઘટાડી જનહીતનો નિર્ણય કેન્દ્રીય નાણામંત્રીનો હું આ તકે હું આભાર માનું છું અને ફરી એકવાર ભાજપના નેતૃત્વવાળી આ કેન્દ્ર સરકાર માટે પ્રજા સાથી પહેલા હોય છે અને નાગરીકોને રાહત આપી જીવન વધારે સુગમ બનાવશે. ઉજજવલા રાંધણ ગેસમાં સબસીડી વધારવાના નિર્ણયથી પરિવારના બજેટમાં ઘણી સરળતા રહેશે. આ સાથે કેન્દ્ર સરકાર દ્વારા એક પરિવારને વર્ષમાં 12 સીલીન્ડર મળશે તેવો પ્રજાલક્ષી નિર્ણય જાહેર કર્યો છે જે ઘણી આનંદની વાત છે. ફરીપાછું એકવાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરવા બદલ અને રાંધણગેસમાં સબસીડી વધારવા બદલ પ્રજાને રાહત આપવા બદલ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સિતારામનનો આભાર માન્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular