દ્વારકા જિલ્લામાં રેટા કાલાવડ ગામે 100 વર્ષ જૂનો રસ્તો અમુક ઇસમો દ્વારા બંધ કરી દેવાયાના આક્ષેપ સાથે ધારાસભ્ય વિક્રમ માડમ અને પ્રવિણભઇ મુછડીયા દ્વારા 1000 જેટલાં લોકો સાથે ઉપવાસ પર ઉતર્યા હતા.
જેના પરિણામે ડી.વાય.એસ.પી. સહિતનો પોલીસ કાફલો તથા પ્રાંત અધિકારી, મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.


