Sunday, December 7, 2025
Homeરાજ્યજામનગરજામનગર ઉત્તરના ધારાસભ્ય અને મેયરે સૈફી બુરહાનિ એક્સપોની મુલાકાત લીધી

જામનગર ઉત્તરના ધારાસભ્ય અને મેયરે સૈફી બુરહાનિ એક્સપોની મુલાકાત લીધી

ધારાસભ્ય રિવાબા જાડેજાએ સિટિઝન પરસેપશન સર્વેના પ્રચાર-પ્રસારની માહિતી મેળવી ટીમનો ઉત્સાહ વધાર્યો

જામનગરમાં યોજાઇ રહેલા સૈફી બુરહાનિ એક્સપોની શહેરના મેયર બીનાબેન કોઠારી તેમજ જામનગર ઉત્તરના ધારાસભ્ય રિવાબા જાડેજાએ મુલાકાત લઇ વિવિધ સ્ટોલ અંગે જાણકારી મેળવી હતી. એકસપોના આયોજકો દ્વારા બંને મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

- Advertisement -

જામનગરના સૌપ્રથમ વખત વ્હોરા સમાજ દ્વારા બે દિવસીય સૈફી બુરહાની એક્સપો-કાઠીયાવાડી જામનગરનું આયોજન કર્યું હતું. આ બિઝનેસ એક્સપોમાં દેશ-વિદેશના 200થી વધુ વ્યવસાયીકારો જોડાઇને એક્સપોનો લાભ લીધો હતો. આ તકે જામનગર મહાનગરપાલિકાની સ્લમ શાખાના સ્ટાફ ઉમેશભાઇ જોષી અને કાનજીભાઇ દ્વારા ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેકસ-2022 અંતર્ગત સિટિઝન પરસેપશન સર્વે વિરોની માહિતી દરેક સ્ટોલ ધારકોને આપવામાં આવી હતી. આ એક્સપોના બીજા દિવસે જામનગરના 1500થી વધુ લોકોએ મુલાકાત લીધી હતી. જ્યારે જામનગર ઉત્તરના ધારાસભ્ય રિવાબા જાડેજાએ પણ આ એક્સપોની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન જામનગર મહાનગરપાલિકા તથા સરકારી પોલિટેકનિક કોલેજના સંયુક્ત સ્ટોલની મુલાકાત લઇને જામનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતાં રિટિઝન પરસેપશન સર્વેના પ્રચાર-પ્રસારની માહિતી મેળવીને સ્લમ ટીમનો ઉત્સાહ વધાર્યો હતો.

જામનગરના મેયર બીનાબેન કોઠારીએ પણ વ્હોરા સમાજ દ્વારા આયોજિત સૈફી બુરહાનિ એક્સપોની મુલાકાત લીધી હતી. આ મેયરે એક્સપોમાં જામનગર મહાપાલિકા તથા સરકારી પોલિટેકનિક કોલેજના સંયુક્ત સ્ટોલની પણ મુલાકાત લીધી હતી અને ઇઝ ઓફ લિવિંગ સર્વેની પ્રચાર-પ્રસારની કામગીરી અંગે જાણકારી મેળવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular