જામનગર શહેરના રાંદલનગર વિસ્તારમાં હાઉસીંગ બોર્ડ કવાર્ટરમાં રહેતાં જયદેવ પ્રફુલ્લભાઈ ચૌહાણ નામના યુવાનની બહેની જલ્પાબેન ચૌહાણ (ઉ.વ.18) નામની યુવતી ગત તા.05 ના રોજ સવારના સમયે તેના ઘરેથી પાડોશમાં લગ્નમાં જવાનું કહી ગયા બાદ પરત ન ફરતા લાપતા થયેલી ક્રીમ કલરનો પંજાબી ડે્રસ પહેરેલ અને જાડા બાંધાની તથા ડાબી આંખ ઉપર કપાળના ભાગે તલનું નિશાન ધરાવતી યુવતી અંગે કોઇ વિગત અથવા જાણ થાય તો સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના હેકો જે.વી. સોચાના મોબાઇલ નંબર 99251 51711 ઉપર સંપર્ક કરવા પોલીસની યાદીમાં જણાવાયું છે.