Tuesday, December 24, 2024
Homeરાજ્યગુજરાતમંત્રી રાઘવજી પટેલે મત્સ્ય ઉદ્યોગ વિભાગનું કર્યું ચેકિંગ

મંત્રી રાઘવજી પટેલે મત્સ્ય ઉદ્યોગ વિભાગનું કર્યું ચેકિંગ

સરપ્રાઇઝ ચેકિંગમાં કમિશનર નીતિન સાંગવાન સહિતના અધિકારી, કર્મચારીઓ ગેરહાજર!

- Advertisement -

મત્સ્ય ઉધોગ મંત્રી રાઘવજી પટેલ મત્સ્યઉદ્યોગ વિભાગમાં સરપ્રાઇઝ વિઝિટ માટે પહોંચ્યા હતા. તેઓ ઓકિસ શ3 થવાના સમયે જ પહોંચી ગયા હતા. આ સમયે ઓકિસના મોટાભાગના અધિકારીઓ ગેરહાજર જોવા મળ્યા હતા.
સવારે 10.30 વાગ્યે મસ્ત્યઉદ્યોગ વિભાગની ઓફિસ શરૂ થતી હોય છે. આ સમયે જ મત્સ્ય ઉદ્યોગ મંત્રી રાઘવજી પટેલ પહોંચ્યા. આ સમયે ઓફિસ ખાલીખમ જોવા મળી હતી. એટલું જ નહીં કર્મચારીઓની સાથે સાથે કમિશનર નિતિન સાંગવાન 10.20 વાગ્યે ગેરહાજર હોવાનું સામે આવ્યું હતું.

- Advertisement -

અનેક વિભાગની ચેમ્બર ખાલી જોવા મળી હતી. મોટા અધિકારીઓ ગેરહાજર હતા અને સાથે અન્ય કર્મચારીઓ પણ મોડા હોવાનું સામે આવ્યું હતું. પીએમ મોદીએ નવી કેબિનેટને સૂચના આપી હતી કે સરપ્રાઇઝ વિઝીટ કરવી જેથી અધિકારીઓની કામગીરીની જાણ મળતી રહે. બીજી સરપ્રાઇઝ વિઝિટમાં કર્મચારીઓ ગેરહાજર છે. આજની ઓચિંતી મુલાકાતમાં મંત્રીએ કહયું કે કર્મચારીની સમસ્યા કે સમયને લઇને જાણ લઈએ છીએ. જે-તે કચેરીના વડાને નિરીક્ષણનો અહેવાલ મોકલીને ખાસ સૂચનાઓ આપીએ છીએ. જો આમ છતાં પણ સ્થિતિમાં સુધારો નહીં આવે તો પગલા લેવામાં આવશે. જો કર્મચારીઓ સમયસર ન આવ્યા તો તેમાં અનેક કારણો હોય છે. તેની જાણ મેળવીને તેની તપાસ પણ કરાશે તેમ રાઘવજી પટેલે જણાવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular