Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરલાલપુર થી કૃષ્ણપર તથા થોરીયાળી રોડનું લોકાર્પણ કરતા કૃષિ મંત્રી

લાલપુર થી કૃષ્ણપર તથા થોરીયાળી રોડનું લોકાર્પણ કરતા કૃષિ મંત્રી

ખેડૂત, ખેતી અને ગામડાના વિકાસ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે- કૃષિમંત્રી  રાઘવજીભાઈ પટેલ

- Advertisement -

મંત્રી રાઘવજીભાઈ પટેલે રૂ.151 લાખના ખર્ચે નિર્મિત લતીપુર હાઈવેથી કૃષ્ણપર રોડ-મેલડી માતાજી મંદિર રોડ તથા રૂ.૪૫ લાખના ખર્ચે નિર્મિત થયેલ લતીપુરથી થોરીયાળી રોડનું લોકાર્પણ કરતા જણાવ્યું હતું કે ખેડૂત ખેતી અને ગામડાંનો વિકાસ થાય તે માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે. ખેડૂતો સદ્ધર બને અને તેમની આવક બમણી થાય તે માટે રાજ્ય સરકારે ટેકાના ભાવે ખરીદી કરી બજારમાં મજબૂત હરીફાઈ ઉભી કરી છે. જેના થકી ખેડૂતોને પોતાની જણસના યોગ્ય ભાવો મળી રહ્યા છે. ખેડૂતોને આઠ કલાક વીજળી આપવાનો પણ સરકાર દ્વારા તાજેતરમાં સંવેદનશીલ નિર્ણય કરવામાં આવ્યું છે. પાક સહાય, પાક વિમો, સાત પગલાં ખેડૂત કલ્યાણ, ટ્રેકટર સહાય વગેરે જેવી અનેક યોજનાઓમાં ખેડૂતોને સહાય મળી રહી છે અને હજુ પણ આ સહાયમાં મહતમ વધારો થાય એ દિશામાં સરકાર કામ કરી રહી છે. ખેડૂતોના તમામ પ્રશ્નોનો ક્ષણભર પણ વિલંબ કર્યા વગર ઉકેલ લાવવામાં આવશે તેમ મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું.

- Advertisement -

અત્રે ઉલ્લેખનિય છે કે લતીપુર હાઈવેથી કૃષ્ણપર રોડ ૧૫૧ લાખના ખર્ચે મંજુર કરવામાં આવેલ છે જે રોડમાં હયાત બે કોઝ-વેમાં જુના કોઝ-વે કાઢીને નવા સ્લેબ ડ્રેઈન કરવામાં આવેલ છે. તથા સંપુર્ણ લંબાઈમાં ૩ લેયર ડામર લેવામાં આવેલ છે. તથા જરૂરીયાત લંબાઈમાં મેટલિંગ કામ કરી સાઈડ સોલ્ડર્સ તથા જરૂરીયાત મુજબનું રોડ ફર્નીચર કરવામાં આવેલ છે તેમજ રૂ.૪૫ લાખના ખર્ચે મંજુર કરવામાં આવેલ લતીપુરથી થોરીયાળી રોડમાં ૩ કિ.મી. માંથી ૧.૮ કિ.મી. મેટલીંગ કામ જરૂરીયાત ચઈનેજમાં લેવામાં આવેલ છે. તથા સંપુર્ણ લંબાઈમાં ૩ લેયર ડામર લેવામાં આવેલ છે તથા જરૂરીયાત મુજબનું માટીકામ રોડ તથા રોડ ફર્નીચર કરવામાં આવેલ છે.

 

- Advertisement -

આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, લતીપુર ગામના સરપંચ  હસમુખભાઈ સરવૈયા, ઉપસરપંચ  મનસુખભાઈ રામાણી, જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, જિલ્લા પંચાયત જામનગરના સદસ્ય  પ્રવિણાબેન ચભાડીયા,  મનસુખભાઈ ચભાડીયા, ગણેશભાઈ મુંગરા,  પોલુભા જાડેજા,  વસંતબેન તરવિયા, લતીપુર સેવા સહકારી મંડળીના મંત્રી લવજીભાઈ તરાવિયા, ધ્રોલ તાલુકા પંચાયતના સદસ્ય  હંસાબેન ચભાડીયા,  જગદીશભાઈ ચભાડીયા,  નવલભાઇ મુંગરા, પૂર્વ ચેરમેન  રસિકભાઈ ભંડેરી,  લતીપુર સેવા સહકારી મંડળીના પ્રમુખ ગણેશભાઈ રામાણી, ઉપ-પ્રમુખ ચન્નાભાઈ પીપરીયા ઉપરાંત લતીપુર ગ્રામ પંચાયતના સદસ્યઓ ગામના આગેવાનો, મહાનુભાવો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular