Thursday, March 19, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં મીની વાવાઝોડાનો કહેર : વીજ ટાવર ધરાશાયી, શહેર અંધારામાં ગરકાવ -...

જામનગરમાં મીની વાવાઝોડાનો કહેર : વીજ ટાવર ધરાશાયી, શહેર અંધારામાં ગરકાવ – VIDEO

જામનગરમાં બપોરના સમયે અચાનક વાતાવરણમાં મોટો પલટો આવ્યો.
તોફાની પવન સાથે મીની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ.

- Advertisement -

શહેરના અનેક વિસ્તારોમાં ભારે નુકસાન નોંધાયું. ઘણા સ્થળોએ વીજ પોલ ધરાશાયી થયા અને વૃક્ષો પણ પડી ગયા.

શિવધારા સોસાયટીમાં જેટકોનો વીજ પોલ ધરાશાયી થયો. પોલ વાયરના ટેકે લટકી રહ્યો હોવાથી સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો.

- Advertisement -

વાવાઝોડાના કારણે જેટકોના ૨૨૦ કે.વી. અને ૧૩૨ કે.વી.ના કુલ ત્રણ ટાવર પડી ગયા. તેના કારણે શહેર અને આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો.

- Advertisement -

 

જામનગર હેવી વીજ લાઇનને પણ ભારે નુકસાન થયું. ૨૨૦ કે.વી.ના બે મોટા ટાવર એક પછી એક જમીનદોસ્ત થઈ ગયા.

અનેક વાયર તૂટીને નીચે પડતાં જોખમની સ્થિતિ ઉભી થઈ.
જેટકોની ટીમ તાત્કાલિક કામગીરીમાં લાગી ગઈ છે અને હેવી લાઇન બંધ કરી દેવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular