ધ્રોલ તાલુકાના જાયવા ગામ પાસેથી ખાણખનીજ વિભાગ દ્વારા ગેરકાયદેસર ખનીજ ચોરી ઝડપી લઇ ત્રણ ડમ્પર સહિત કુલ રૂા.1 કરોડનો મુદામાલ કબ્જે કર્યો હતો.
દરોડાની વિગત મુજબ ધ્રોલ તાલુકાના જાયવા ગામ ખાતે જેટકો પાછળ તળાવ વિસ્તારમાં મોરમ ખનીજના બીનઅધિકૃત ખનનની ફરિયાદ મળતા જામનગર ખનીજ વિભાગના નીખીલભાઇ, ભાવેશભાઇ, રમેશભાઇ સહિતની ટીમ દ્વારા ચેકીંગ હાથ ધર્યુ હતું. જેમાં જયેશભાઇ સાનીની માલીકીનું સેનીએકસ્ક્રાવેટર મશીન, રેવતુભા જાડેજાની માલીકીનું જીજે10 ટીવાય 9852 નંબરનું ડમ્પર, ભગીરથસિંહ જાડેજાની માલીકીનું જીજે03 બીડબલ્યુ 8591 નંબરનું ડમ્પર તથા કુલદિપસિંહ જાડેજાની માલીકીનું જીજે-03-બીડબલ્યુ-9314 નંબરનું ડમ્પર કોઇપણ પ્રકારની સરકારી પરવાનગી વગર બીનઅધિકૃત રીતે ખનન અને વહન કરવા બદલ ઝડપી લીધા હતાં. કુલ રૂા.1 કરોડનો મુદામાલ કબ્જે કરી ધ્રોલ પોલીસ સ્ટેશનને કસ્ટડી સોંપી હતી.
View this post on Instagram


