Wednesday, February 4, 2026
Homeરાજ્યજામનગરખાણખનીજ વિભાગ દ્વારા લાલવાડી નેસ ગામમાંથી ખનીજચોરી ઝડપાઇ - VIDEO

ખાણખનીજ વિભાગ દ્વારા લાલવાડી નેસ ગામમાંથી ખનીજચોરી ઝડપાઇ – VIDEO

રૂા.1.50 કરોડનો મુદામાલ કબ્જે

જામજોધપુર તાલુકાના લાલવાડી નેસ ખાતે ગેરકાયદેસર ખનીજચોરીના ચેકીંગ દરમિયાન ખનીજ વિભાગ દ્વારા ડમ્પર સહિત કુલ રૂા.1.50 કરોડનો મુદામાલ ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના લાલવાડી નેસ ગામ ખાતે સીએમઓ પોર્ટલમાં મોરમ ખનીજના બીનઅધિકૃત ખનનની ફરિયાદ મળતા જામનગર ખનીજ વિભાગના નીખીલભાઇ, આનંદભાઇ, ભાવેશભાઇ, નૈતિકભાઇ, રજનીકાંતભાઇ સહિતની ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં રૂડાભાઇ હમીરભાઇ બઢની માલીકીનું હ્યુન્ડાઇ એકસક્રાવેટર મશીન, મયુરભાઇ ઓડેદરાની માલીકીનું જીજે10ટીવી 5419 નંબરનું ડમ્પર, કરણભાઇ રાતીયાની માલીકીનું જીજે25 યુ 9089 નંબરનું ડમ્પર, વિરમભાઇ બાપોદરની માલીકીનું જીજે12 એવી 9230 નંબરનું ડમ્પર, ભરતભાઇ બાપોદરાની માલીકીનું જીજે10 ટીવી 1117 નંબરનું ડમ્પર તથા રામભાઇ બાપોદરની માલીકીનું જીજે25 યુ 7128 નંબરનું ડમ્પર સહિત કુલ એક હ્યુન્ડાઇ એકસક્રાવેટર મશીન અને પાંચ ડમ્પર સરકારની પરવાનગી વગર બીનઅનિકૃત રીતે ખનન અને વહન કરતા ઝડપી લીધા હતાં. આ તમામ વાહનો ઝડપી દિપક દેવાયતભાઇ ભાટુ (લીઝ) વિસ્તાર ખાતે કસ્ટડી સોંપી હતી. ખાણખનીજ વિભાગ દ્વારા કુલ રૂા.1.50 કરોડનો મુદામાલ કબ્જે કર્યો હતો.

 

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular