ગઈકાલે આઠમા નોરતે પાવાગઢ મહાકાળી માં ના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટ્યા હતા. છેલ્લા ઘણા સમયથી કોરોનાની મહામારીના પરિણામે મંદિરમાં ભક્તોની પાંખી હાજરી બાદ ગઈકાલે 2લાખથી પણ વધુ લોકોએ મહાકાળી મા ના દર્શન કર્યા હતા. જેનો એક વિડીઓ સામે આવ્યો છે.
વિડીઓમાં જોઈ શકાય છે કે લોકો માતાજીની ભક્તિમાં લોકો કોરોનાનો ડર અને ગાઈડલાઈનનું પાલન ભૂલ્યા છે. મંદિર પર એકી સાથે લાખો લોકોની ભીડ જોઈને તંત્ર પણ અવઢવમાં મુકાઈ ગયું હતું. ગુજરાતમાં નવરાત્રિના આઠમા નોરતે દેવીસ્થાનનાદર્શનનું ઘણું મહત્વ છે. જયારે ગઈકાલે વહેલી સવારથી જ પાવાગઢમાં દર્શન માટે ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો