જાણીતા ગાયક મિકા સિંઘ જામનગરથી પરત જવા માટે જામનગર એરપોર્ટ પર જોવા મળ્યા હતા.
પરત જતા સમયે તેમણે જામનગર સાથેના પોતાના અનુભવોને યાદ કર્યા અને શહેર પ્રત્યે લાગણી વ્યક્ત કરી.
તેમણે ખાસ કરીને અંબાણી પરિવારના આત્મીય સ્વાગત અને પ્રેમાળ વ્યવહારના વખાણ કર્યા અને જણાવ્યું કે જામનગરમાં મળતો સ્નેહ અને માન-સન્માન અનોખો છે.
મિકા સિંઘે કહ્યું કે નેતા, અભિનેતા અને ક્રિકેટર સહિત વિવિધ ક્ષેત્રોની સેલિબ્રિટીઓ જામનગર આવે છે તેનું મુખ્ય કારણ અંબાણી પરિવારનો પ્રેમ અને આત્મીયતા છે.
View this post on Instagram
અહીં મળતી મહેમાનનવાજી અને સન્માન દરેક માટે યાદગાર બની રહે છે અને તેમની આ મુલાકાત પણ ખાસ અને સ્મરણિય રહી હોવાનું તેમણે ઉમેર્યું.
એરપોર્ટ પર જાણીતા સિંગર મિકા સિંઘે ચાહકો સાથે ફોટા પડાવ્યા
ખાસ ફરજ પર પહેલા પોલીસ જવાનો સાથે ફોટા પડાવ્યા.


