ચક્રવાત ’જવાદ’ દેશના પૂર્વ કિનારા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું આંધ્રપ્રદેશ અને ઓડિશામાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકશે. સુરક્ષાના ભાગરૂપે આંધ્ર પ્રદેશમાંથી 54 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. વાવાઝોડાની અસર દેશના વિવિધ ભાગોમાં જોવા મળશે, પરંતુ આંધ્રપ્રદેશ અને ઓડિશા આનાથી સૌથી વધુ પ્રભાવિત થશે. આમ, બંને રાજ્ય સરકારે આ અંગે ઘણી માર્ગદર્શિકા જાહેર કરી છે. ચક્રવાત ’જવાદ’ દેશના પૂર્વ કિનારા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું આંધ્રપ્રદેશ અને ઓડિશામાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકશે. આ વાવાઝોડાની અસર દેશના વિવિધ ભાગોમાં જોવા મળશે, પરંતુ આંધ્રપ્રદેશ અને ઓડિશા આનાથી સૌથી વધુ પ્રભાવિત થશે. આંધ્રપ્રદેશમાં ત્રણ જિલ્લામાંથી 54,008થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. બચાવ ટીમે શ્રીકાકુલમ જિલ્લામાંથી 15,755 વિજયનગરમથી 1,700 અને વિશાખાપટ્ટનમથી 36,553 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આમ, બંને રાજ્ય સરકારે આ અંગે ઘણી માર્ગદર્શિકા જાહેર કરી છે. આ વાવાઝોડું ’જવાદ’ આંધ્ર, ઓડિશમાં સૌથી વધુ કહેર મચાવી શકે છે. સરકારે શાળાઓ અને સરકારી હોલોમાં 197 રાહત શિબિર શરૂ કરી છે. વાવાઝોડાને ધ્યાનમાં લેતાં સરકારે પણ ગ્રામપંચાયતો અને જિલ્લા કલેક્ટરોને પણ દિવસ-રાત કામ કરવાના આદેશ આપ્યા છે. આ તરફ ઓડિશા સરકારે પણ 4 ડિસેમ્બરના રોજ શાળા-કોલેજોમાં રજા જાહેર કરી છે.
જવાદ વાવાઝોડાને પગલે ઓડિશા સરકારે 19 જિલ્લાની સ્કૂલોને બંધ રાખવા આદેશ કર્યો છે. આ જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની સંભાવનાને પગલે આ નિર્ણય લેવાયો છે. આ સમય દરમિયાન કોઈ સ્કૂલમાં પરીક્ષા હશે તો એ જિલ્લા વહીવટી તંત્રની સીધી દેખરેખ હેઠળ ખાસ તકેદારી સાથે લેવાશે.
દેશના પૂર્વ તટ પર ફરી ચક્રવાતી તોફાનનો ખતરો છે. આંધ્રપ્રદેશ અને ઓડિશામાં ’જવાદ’ વાવાઝોડાનો કહેર જોવા મળી શકે છે. ચક્રવાત જાવાદ આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠે તથા પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી સુધી પહોંચવાની સંભાવના છે. આ પછી એ ઓડિશા અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ઉત્તરપૂર્વ તરફ આગળ વધશે. જવાદ 5મી ડિસેમ્બરે બપોરે પુરીની આસપાસના દરિયાકાંઠાના વિસ્તારોમાં પહોંચશે. જણાવી દઈએ કે વાવાઝોડું ’જવાદ’ અંગે દેશભરમાં અલર્ટ જાહેર કરાયું છે. આ વાવાઝોડાની ગતિ 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવાન ફૂંકાવાની શક્યતા છે.
ભારે પવનને કારણે ઝાડ અને વીજળીના થાંભલાઓ પડી શકે છે. આ વાવાઝોડા સામે પૂર્વ દરિયા કાંઠાના વિસ્તારોમાં એનડીઆરએફની 46 ટીમને તહેનાત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, વાવાઝોડું ’જવાદ’ શનિવારે સવારે ઉત્તર આંધ્ર અને દક્ષિણ ઓડિશા સુધી પહોંચવાની સંભાવના છે. ઓડિશામાં રવિવારના રોજ ભારે વરસાદ પડી શકે છે. આ દરમિયાન 80થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે.
વાવાઝોડું ’જવાદ’ના કહેરને ધ્યાનમાં લેતાં રેલવે વિભાગે પણ 107 ટ્રેન રદ કરી દીધી છે. આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી પસાર થતી ટ્રેનોને રદ કરવામાં આવી છે. વાવાઝોડું ’જવાદ’ અંગે ઓડિશાના 19 જિલ્લામાં આજરોજ શાળા-કોલેજોમાં પણ રજા જાહેર કરવામાં આવી છે. બંને રાજ્યમાં યુજીસી એનઇટી પરીક્ષા પણ મોકૂફ કરવામાં આવી છે.