જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામમાં રહેતાં આધેડ ઉપર શખ્સે અપશબ્દો બોલી લોખંડના પાઈપ વડે હુમલો કરી ધમકી આપી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગરના મોટી ખાવડીમાં રહેતાં અને મજૂરી કામ કરતા દિલીપ રાઠોડ નામના આધેડને મંગળવારે સાંજના સમયે આંબાવાડી વિસ્તારમાં પ્રવિણસિંહ કલુભા જાડેજા નામના શખ્સે અપશબ્દો બોલી લોખંડના પાઈપ વડે માથાના ભાગે હુમલો કરી ઈજા પહોંચાડી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલો અને ધમકીના બનાવમાં ઘવાયેલા દિલીપભાઈના નિવેદનના આધારે હેકો આઈ. ડી. જાડેજા તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.