Saturday, December 28, 2024
Homeરાજ્યહાલારમેવાસાના યુવાન ઉપર ભાલા વડે હુમલો કરી, મારી નાખવાની ધમકી

મેવાસાના યુવાન ઉપર ભાલા વડે હુમલો કરી, મારી નાખવાની ધમકી

ચાર શખ્સો સામે ફરિયાદ

- Advertisement -

દ્વારકા તાલુકાના મેવાસા ગામના વાડી વિસ્તારમાં રહેતા પાચુભા નાનાભા માણેક નામના 42 વર્ષના હિન્દુ વાઘેર યુવાનને ગત તારીખ 2 ના રોજ રાત્રિના સમયે રસ્તામાં રોકી, આ જ ગામના હાડાભા ગગાભા માણેક, કારૂભા હાડાભા માણેક, રવિભા હાડાભા માણેક અને કરણભા ગગાભા માણેક નામના ચાર શખ્સોએ બિભત્સ ગાળો કાઢી, ઢીકા-પાટુનો માર માર્યાની તથા ભાલા અને છરી તથા લાકડાના ધોકા વડે બેફામ માર મારીને ઇજાઓ કર્યાની ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

- Advertisement -

ફરિયાદી તથા આરોપીઓની જમીન એક જ શેઢે આવેલી હોય, આ સ્થળે ફરિયાદી પાચુભાના ભત્રીજાએ લીમડાના ઝાડમાંથી ડાળીઓ કાપેલી હોય, આ ડાળી કાપવા બાબતનો ખાર રાખી આરોપીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

આ બનાવ અંગે પોલીસ આઈપીસી કલમ 323, 324, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular