Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતજામનગર સહીત 4 મહાનગરોને મળશે મેટ્રો ટ્રેનની ભેંટ

જામનગર સહીત 4 મહાનગરોને મળશે મેટ્રો ટ્રેનની ભેંટ

- Advertisement -

નાણામંત્રી નીતિન પટેલે જામનગરને મોટી ભેંટ આપી છે. બજેટમાં તેઓએ જણાવ્યું છે કે રાજ્યના 4 મહાનગરો જામનગર, રાજકોટ, ભાવનગર, વડોદરાને મેટ્રો ટ્રેનની ભેંટ આપી છે. જેના માટે 50 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન માટે રૂ.568 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ અગાઉ પર મુખ્યમંત્રી ચુંટણી પ્રચાર માટે જામનગર આવ્યા હતા ત્યારે જામનગરને મેટ્રો ટ્રેનની ભેંટ આપવાની જાહેરાત કરી હતી. ત્યારે નાણામંત્રી નીતિન પટેલ દ્રારા આજે જામનગર સહીત 4 મહાનગરોને મેટ્રો ટ્રેનની સુવિધા આપવાની જાહેરાત કરી છે.  તથા અમદાવાદ-ગાંધીનગર-સુરત મેટ્રો માટે રૂ.568 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અને અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે રૂ. 1500 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ સિવાય સૌરાષ્ટ્રમાં રૂ.675 કરોડના ખર્ચે પીવાના પાણી માટે 143 કિ.મીની બલ્ક લાઈન પાઈપ લાઈન નખાશે. તેમજ દ્રારકામાં નવું હેલીપોર્ટ બનાવવાની બજેટમાં જાહેરાત કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular