જામ-કલ્યાણપુર તાલુકાના પાનેલી ગામના પાટીયા પાસે રહેતો રામ રામદેભાઈ કેશવાલા (ઉ.વ.40) નામનો મેર યુવાન ગત તા.9 ના રોજ રાત્રિના 12:30 વાગ્યાના અરસામાં તેના ઘરેથી કોઇને કહ્યા વગર જતો રહ્યો હતો. આ અંગે યુવાનની પત્ની રેખાબેન દ્વારા પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે પોલીસે કબુતરી કલરનો ચેકસ વાળો શર્ટ તથા વાદળી કલરનું જીન્સનું પેન્ટ પહેરેલ છે જે વાને શ્યામ વર્ણનો તથા શરીરે પાતળા બાંધાનો તથા તેની આશરે પાંચ ફુટ ચાર ઈંચ ઉંચાઈ ધરાવતા લાપતા યુવાન અંગે કોઇ જાણકારી મળે તો કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં જાણ કરવા તપાસનીશ હેકો એલ. કે. કાગડિયાની યાદીમાં જણાવાયું છે.