ભાણવડ માં ચુસ્ત પોલીસ બંધોબસ્ત વચ્ચે મેગા ડીમોલેશન કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા સાડત્રીસ હજાર ચો.ફૂટ જેટલી ગેરકાયદેસર જમીન ખુલ્લી કરવાની કામગીરી કરવામાં આવી હતી જેમાં અંદાજે આઠ કરોડ રૂપિયાની જમીન ખુલ્લી કરવામાં આવી તેમજ અંદાજીત 72 જેટલી દુકાનો પર બુલડોઝર ફેરવી દેવાયું હતું. આ કાર્યવાહીમાં પ્રાંત અધિકારી, મામલતદાર, પોલીસ સહિત અધિકારી હાજર રહયા હતા.