જામનગર રેલવે સ્ટેશન પ્લેટફોર્મ પર ગુમસુમ હાલતમાં મહિલા મળી આવતા રેલવે પોલીસની સી ટીમ દ્વારા મહિલાની પૂછપરછ કરતાં પતિ સાથે બોલાચાલી બાદ ઘરેથી નીકળી ગઈ હોવાનું જણાવતા પોલીસે મહિલાને તેણીના પતિને સોંપી આપી હતી.
મળતી વિગત મુજબ, જામનગર શહેરના રેલવે સ્ટેશન પ્લેટફોમ નંબર 1 પર આરપીએફ બુથ સામે એક મહિલા ગુમસુમ હાલતમાં જોવા મળતા ઈન્ચાર્જ પીએસઆઇ સહદેવસિંહ ઝાલા, સંગીતાબેન બાલુગીરી, હેકો માલદે મુળજીભાઈ, ભીમશી પરબતભાઇ સહિતના સ્ટાફે મહિલાને સાંત્વના આપી પૂછપરછ કરતા પ્રીતીબેન હર્ષદભાઈ રાવળ નામની મહિલા નળિયાદ જિલ્લાના ખેડા ગામના રાવળવાસ વિસ્તારમાં રહેતા હોવાનું અને તેણીના પતિ સાથે સામાન્ય બાબતે બોલાચાલી થયા બાદ ઘરેથી કોઇને જાણ કર્યા વગર નીકળી ગયા હતાં અને આણંદથી જામનગર આવી પહોંચી હતી. જેના આધારે રેલવે પોલીસે મહિલાના પતિ હર્ષદ રાવળનો સંપર્ક કરી જામનગર બોલાવી પતિ-પત્નીને સમજાવી પરત તેના વતન મોકલ્યા હતાં.