Monday, December 15, 2025
Homeરાજ્યહાલારવડાપ્રધાનના દ્વારકા પ્રવાસને લઇ અગ્ર સચિવ અને પ્રભારી સચિવના અધ્યક્ષ સ્થાને બેઠક

વડાપ્રધાનના દ્વારકા પ્રવાસને લઇ અગ્ર સચિવ અને પ્રભારી સચિવના અધ્યક્ષ સ્થાને બેઠક

આગામી તા.25 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. જેના અનુસંધાને ખંભાળિયામાં અગ્ર સચિવ હારિત શુક્લા તેમજ પ્રભારી સચિવ એમ.એ. પંડ્યાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.

- Advertisement -

વડાપ્રધાન ઓખાથી બેટ દ્વારકાને જોડતા સિગ્નેચર બ્રીજનું લોકાર્પણ કરશે તેમજ જાહેરસભાને સંબોધશે. ત્યારે સમગ્ર કાર્યક્રમનું સુચારૂ આયોજન થાય તે માટે અગ્ર સચિવ દ્વારા અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ કામગીરીની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય, નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular