Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયમોદી-પવારની બંધ બારણે બેઠક, મહારાષ્ટ્રના રાજકારણમાં ઉલટફેરની સંભાવના

મોદી-પવારની બંધ બારણે બેઠક, મહારાષ્ટ્રના રાજકારણમાં ઉલટફેરની સંભાવના

- Advertisement -

એનસીપી નેતા શરદ પવાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે આજે સવારે એક કલાક સુધી બંધ બારણે યોજાયેલી બેઠકથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ બેઠકને લઇને રાજકીય ચર્ચાઓએ જોર પકડયું છે. ખાસ કરીને મહારાષ્ટ્રના રાજકારણમાં નવા-જૂનીના એંધાણ સાંપડી રહયા છે. બેઠક અંગે એનસીપી નેતા નવાબ મલિકે બપોરે ત્રણ વાગ્યે આ બેઠકને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજવા જઈ રહ્યા છે.

- Advertisement -


શરદ પવારે આજે દિલ્હીમાં પીએમ મોદી સાથે બેઠક કરી હતી. આ બેઠક લગભગ એક કલાક સુધી ચાલી હતી. ગયા મહિને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરે પણ પીએમ મોદીને મળ્યા હતાં ત્યારે પવાર અને મોદીની આજની બેઠક ખૂબ જ મહત્વની મનાઈ રહી છે. મહારાષ્ટ્રમાં આ બેઠકને લઇને રાજકીય હલચલ તેજ બની ગઈ છે. પ્રદેશની મહાવિકાસ અઘાડી ગઠબંધનમાં નારાજગીના સમાચારો આવતા રહ્યા છે. ત્યારે મહારાષ્ટ્રના રાજકારણમાં કોઇ મોટાં ઉલટફેરની સંભાવનાઓ જોવાઈ રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular