જોડિયા તાલુકાના મેઘપર ગામમાં આવેલા સરકારી આયુર્વેદિક દવાખાનામાં કોઇ અજાણ્યા શખ્સો બે દિવસ દરમિયાન ગેરકાયદેસર પ્રવેશ કરી હોસ્પિટલમાં રહેલી કોવિડની દવાઓ પાણીના ટાંકામાં નાખી નુકસાન કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જોડિયા તાલુકાના મેઘપર ગામમાં આવેલા સરકારી આયુર્વેદિક દવાખાનામાં ગત તા.29 થી તા.31 મે સુધીના સમયગાળા દરમિયાન અજાણ્યા શખ્સો પ્રવેશ કરી દવાખાનામાં રાખેલી કોરોનાની દવાઓ સહિતની અન્ય દવાઓ સુએજ પ્લાન્ટના ટાંકામાં ફેંકી દીધી હતી. ત્યારબાદ આ અંગેની જાણ થતા આયુર્વેદ મેડીકલ ઓફિસર ડો.અમિષાબેન પટેલે પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે પોલીસે રૂા.25,993.66 ની દવાઓ અને ચીજવસ્તુઓનો પાણીના ટાંકામાં નાખી નુકસાન કર્યાની અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
મેઘપરના આયુર્વેદિક હોસ્પિટલની દવાઓ પાણીના ટાંકામાં નાખી દીધી
અજાણ્યા શખ્સ દ્વારા કૃત્ય : કોવિડ સહિતની દવાઓનો નાશ કર્યો : પોલીસ દ્વારા તપાસ