મહાભયંકર બિપોરજોય વાવાઝોડાના સંભવિત કુદરતી આફતના કારણે જોડિયાના નીચાણવાળા અસરગ્રસ્ત વિસ્તારમાંથી સેંકડોને સ્થળાંતરીત કરવાની કામગીરીમાં શેઠ કાકુભાઈ જીવણદાસ સ્ત્રી હુન્નરશાળાએ ભોજનની જવાબદારી સંભાળવા માટે સરકારની તાલુકાના અધિકારીઓની બેઠકમાં તત્પરતા બતાવી છે.
બિપોરજોય વાવાઝોડાના કારણે સરકાર દ્વારા સંભવિત અસરગ્રસ્ત વિસ્તારમાં કુદરતી આફતના કારણે જાન માલને નહીંવત નુકસાની થાય તે માટે સમગ્ર તંત્ર સાબદુ થઈ ગયું છે. જોડિયા ગામે પણ અંદાજિત 300 થી વધુ લોકોને સ્થળાંતર કરવાની જરૂરિયાત જણાઈ છે. ત્યારે જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, ડેપ્યુટી કલેકટર ગ્રીષ્માબેન રાઠવા, મામલતદાર ડાભી, તાલુકા વિકાસ અધિકારી માધુરીબેન પટેલ, જોડિયા ગ્રામ પંચાયતના વહીવટદાર ગઢીયા, તલાટી મંત્રી કિંજલબેન તથા તલાટી મંત્રી લીંબાસિયા અને શેઠ કા.જી. સ્ત્રી હુન્નર શાળા ટ્રસ્ટી અશોકભાઈ વર્મા સાથે હુન્નર શાળામાં રૂબરૂ મીટીંગનું આયોજન કરી સ્થળાંતરિત લોકોના ભોજન માટેની વ્યવસ્થા સંસ્થા દદ્વારા કરવામાં આવશે અને સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા વર્ષોની પરંપરા મુજબ જોડિયા ગામે આવેલ કુદરતી આફતના સમયે ફ્રી જમવાની વ્યવસ્થા કરવાની તત્પરતા બતાવી હતી.