ગુજરાત વિધાનસભામાં એમસીએ, એમબીએ, ડિગ્રી ઇજનેરી કોલેજો અને ડિપ્લોમા અભ્યાસક્રમમાં સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર કોલેજોમાં મળીને કુલ 1 લાખ 44 હજાર 983 બેઠકો છે. જેમાં ડિપ્લોમા એન્જિનીયરીંગની 64,159, એમસીએની 5336, એમબીએની 11,391 અને ડિગ્રી ઇજનેરીની 64087 બેઠકોનો સમાવેશ થાય છે. જેમાંથી સરેરાશ 50 ટકા જેટલી બેઠકો ખાલી રહેવા પામી છે. આજે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા આવી કોલેજોમાં કેટલી બેઠકો ભરવાની ખાલી રહી તેવા પૂછાયેલા પ્રશ્ર્નના ઉત્તરમાં સરકાર દ્વારા જે આંકડા રજૂ કરવામાં આવ્યા છે તે ચોંકાવનારા છે.
શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રાસિંહ ચૂડાસમા દ્વારા આપવામાં આવેલા એક ઉત્તરમાં જણાવવામાં આવ્યું છે કે, ડિપ્લોમા એન્જિનિયરીંગને વર્ષ 2019-20માં સ્વનિર્ભર કોલેજોમાં 24,670 અનુદાનિત કોલેજમાં 22 તેમજ સરકારી કોલેજોમાં 8513 બેઠક મળીને કુલ 33205 બેઠકો ભરાઇ ન હતી. આમ, ડિપ્લોમા અન્જિનીયરીંગની કુલ બેઠકોના 51.75 ટકા બેઠકો ખાલી રહેવા પામી હતી. એ જ રીતે વર્ષ 2020-21માં સ્વનિર્ભર કોલેજોમાં 21358, અનુદાનિત કોલેજોમાં 64 અને સરકારી કોલેજોમાં 5933 બેઠક મળીને કુલ 27,355 બેઠકો ખાલી રહેવા પામી હતી. જે કુલ મંજૂર થયેલી બેઠકના 42.63 ટકા ખાલી રહેવા પામી હતી.
એમબીએની 11,391 બેઠકો માંથી વર્ષ 2019-20માં સ્વનિર્ભર કોલેજમાં 3270, અનુદાનિત કોલેજોમાં 74 મળીને કુલ 3344 બેઠક ખાલી રહેવા પામી હતી જે મંજૂર થયેલી કુલ બેઠકના 30.23 ટકા થવા જાય છે. એ જ રીતે વર્ષ 2020-21માં સ્વનિર્ભર કોલેજમાં 3260 અને અનુદાનિત કોલેજમાં 49 મળીને કુલ 3309 બેઠકો ખાલી રહેવા પામી હતી. જે મંજુર થયેલી કુલ બેઠકોના 30.22 ટકા છે.
ડિગ્રી ઇજનેરી કોલેજની મંજૂર થયેલી 64,087 બેઠકો માંથી વર્ષ 2019-20માં સ્વનિર્ભર કોલેજોમાં 39,198, અનુદાનિત કોલેજોમાં 49 અને સરકારી કોલેજમાં 2938 બેઠકો મળીને કુલ 42,185 બેઠકો ખાલી રહેવા પામી હતી. જે કુલ મંજૂર થયેલી બેઠકના 73.36 ટકા છે. એ જ રીતે વર્ષ 2020-21માં સ્વનિર્ભર કોલેજમાં 34289, અનુદાનિત કોલેજમાં 161, સરકારી કોલેજમાં 1411 મળીને કુલ 35,861 બેઠકો ખાલી રહેવા પામી હતી. જે મંજૂર થયેલી કુલ બેઠકોના 64.67 ટકા છે.
એમસીએની મંજૂર થયેલી 5336 બેઠકોમાંથી વર્ષ 2019-20માં સ્વનિર્ભર કોલેજમાં 4507, અનુદાનિત કોલેજમાં 9 અને સરકારી કોલેજમાં 4 બેઠક મળીને કુલ 4520 બેઠકો ખાલી રહેવા પામી હતી. આમ, મંજૂર થયેલી કુલ બેઠકોના 91.08 ટકા બેઠક ખાલી રહેવા પામી હતી. એ જ રીતે વર્ષ 2020-21માં સ્વનિર્ભર કોલેજમાં 2685, અનુદાનિત કોલેજમાં 2 અને સરકારી કોલેજમાં 5 બેઠક મળીને કુલ 2692 બેઠક ખાલી રહેવા પામી હતી. જે મંજૂર થયેલી કુલ બેઠકના 54.26 ટકા બેઠકો ખાલી રહેવા પામી હતી.