જામનગર શહેરમાં જનરેટ થતાં ગાર્બેજના નિકાલ માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા 7.5 મેગાવોટ કેપેસીટીનો વેસ્ટ ટુ એનર્જી પ્રોજેકટ પીપીપી ધોરણે રૂા. 90 કરોડના ખર્ચે ગાંધીનગર સુએઝ ટ્રિટમેન્ટ પ્લાન્ટની બાજુમાં 17 એકર જગ્યામાં પ્લાન્ટ ઉભો કરવામાં આવેલ છે. હાલ પ્લાન્ટનું બાંધકામ પૂર્ણ કરી ટેસ્ટીંગ કરવામાં આવેલ છે. સદરહું પ્લાન્ટ પ્રોજેકટ આરડીએફ ટેકનોલોજી આધારીત છે. વેસ્ટ ટુ એનર્જી અંતર્ગત રિન્યુઅબલ પાવર જનરેશન કરવામાં આવશે તેમજ આ પ્રોજેકટનો કાર્યકાળ 20 વર્ષનો છે. હાલે પાર્ટી દ્વારા આ પ્રોજેકટનું બાંધકામ ધરેલ છે. તેમજ પાર્ટી દ્વારા સાઇટ ખાતે અંદાજિત 18000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ છે.
મેયર દ્વારા જામનગર શહેરમાં વોર્ડ નં. 2માં ગાંધીનગર વિસ્તારમાં આવેલ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટની મુલાકાત લેવામાં આ તકે મેયર બીનાબેન કોઠારી, ડે.મેયર તપન પરમાર, ચેરમેન સ્ટે. કમિટી મનિષભાઇ કટારીયા, શહેર ભાજપ અધ્યક્ષ વિમલભાઇ કગથરા, શાસકપક્ષ નેતા કુસુમબેન પંડયા, સ્થાનિક કોર્પોરેટર જયેન્દ્રસિંહ (હકાભાઇ) ઝાલા તેમજ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટના અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં. વિશેષમાં મહાનુભાવો દ્વારા વૃક્ષોરોપણ પણ કરવામાં આવ્યું હતું.