ઓશવાળ શિક્ષણ અને રાહત સંઘ દ્વારા કોરોના મહામારીને ધ્યાને લઇ કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. હાલમાં કોરોનાનું સંક્રમણ વધતાં હોસ્પિટલો હાઉસફુલ થઇ હતી. ત્યારે ઓશવાળ કેર સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
જામનગર મહાનગરપાલિકાના મેયર બીનાબેન કોઠારી તેમજ દંડક કેતનભાઇ ગોસરાણી દ્વારા ઓશવાળ કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. તેમજ દર્દીઓને મળી ખબર અંતર પૂછયા હતાં. સંસ્થા દ્વારા દર્દીઓ માટે તૈયાર કરાયેલ ઉત્તમ સુવિધા બદલ સંસ્થાના હોદ્ેદારો તેમજ સ્વયંસેવકોને અભિનંદન પાઠવ્યા હતાં.