Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી તરફ પ્રયાણ...

જામનગરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી તરફ પ્રયાણ…

મહત્તમ તાપમાન 37.6 ડિગ્રી નોંધાયું : આકરા તાપથી શહેરીજનો અકળાઇ ઉઠયા : ઠંડક આપતા ઉપકરણો તથા ચીજવસ્તુઓનો વપરાશ વધ્યો

- Advertisement -

જામનગર સહિત હાલાર પંથકમાં લોકો આકરા તાપનો સામનો કરી રહ્યાં છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. ત્યારે જામનગર શહેરમાં મહત્તમ તાપમાનનો પારો ઉનાળાના પ્રારંભે જ 40 ડિગ્રી ભણી પ્રયાણ કરી રહ્યો હોય, શહેરીજનો આકરી ગરમીથી અકળાઇ ઉઠયા છે. બપોરના સમયે સૂર્યનારાયણનો આકરો મિજાજ જોવા મળી રહ્યો છે.

- Advertisement -

રંગોના પર્વ હોળીનો તહેવાર નજીક આવી ચૂકયો છે. ઉનાળાના પ્રારંભે જ આકરો તાપ જોવા મળતાં આગામી દિવસોમાં હજૂ વધુ ગરમીનો લોકોને સામનો કરવો પડી શકે છે. જામનગર કલેકટર કચેરીના જણાવ્યા અનુસાર મહત્તમ તાપમાન 37.6 ડિગ્રી, લઘુત્તમ તાપમાન 21.5 ડિગ્રી તથા હવામાં ભેજનું પ્રમાણ 85 ટકા નોંધાયું હતું. હવામાનમાં 85 ટકા ભેજના પ્રમાણને કારણે લોકોએ ઉકળાટનો અનુભવ કયોૃ હતો. ખાસક રીને બપોરના સમયે સૂર્યનારાયણના આકરા મિજાજથી લોકો પરસેવે રેબઝેબ થયા હતાં.

ઉનાળાનો આકરો પ્રારંભ થતાં જામનગર શહેરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી ભણી પ્રયાણ કરી રહ્યું છે. ત્યારે ઠંડક આપતા ઉપકરણો જેવા કે, એસી, કુલર, પંખા લાંબા સમય બાદ ફૂલસ્પીડે ધમધમવા લાગ્યા હતાં. તેમજ ઠંડક આપતી ચીજવસ્તુઓ જેવી કે, આઇસ્ક્રીમ, ગોલા, શેરડીનો રસ, ઠંડા પીણા, દૂધ કોલ્ડ્રીંક્સ જેવી વસ્તુઓનું વેચાણ પણ વધી રહ્યું છ.ે જામનગર શહેર ઉપરાંત કાલાવડ, ધ્રોલ, લાલપુર, જોડિયા, જામજોધપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ આકરી ગરમીનો લોકો સામનો કરી રહ્યા છે. ખેડૂતોને પણ આકરા તાપથી મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં મહત્તમ તાપમાનમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે.

છેલ્લા પાંચ દિવસનું જામનગરનું તાપમાન
તારીખ મહત્તમ લઘુતમ
21 માર્ચ 37.6 21.5
20 માર્ચ 36.5 19.0
19 માર્ચ 36.5 18.0
18 માર્ચ 35.0 19.0
17 માર્ચ 34.5 20.0
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular