દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા પાંચ પોલીસ મથકમાં ફરજ બજાવતા પાંચ પી.એસ.આઈ.ને અલગ અલગ જગ્યાએ સામુહિક બદલીનો ઓર્ડર કરતો હુકમ ગત સાંજે જિલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવ્યો છે.
ખંભાળિયા પોલીસ મથકમાં ઈન્ચાર્જ પી.આઈ. તરીકે ફરજ બજાવતા પી.એસ.આઈ. એન.એચ. જોષીને મીઠાપુર, મીઠાપુરના પી.એસ.આઈ. એમ.ડી. મકવાણાને એસ.સી. એસ.ટી. સેલ, એલસીબીના પી.એસ.આઈ. એસ.વી. ગળચરને ખંભાળિયા પોલીસ મથકના સર્વેલન્સ વિભાગમાં, એસ.વાય. ઝાલાને ખંભાળિયા પોલીસ મથકમાં તેમજ ટ્રાફિક શાખાના એન.ડી. કલોતરાને દ્વારકાધીશ મંદિર સુરક્ષા ખાતે બદલવામાં આવ્યા છે.
મીઠાપુરમાં મુકવામાં આવેલા પી.એસ.આઈ. નિકુંજ જોષીને મીઠાપુર પોલીસ મથકમાં પી.આઈ. તરીકે તેમજ એસ.વાય. ઝાલાને ખંભાળિયાના ઈન્ચાર્જ પી.આઈ. તરીકે વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.