Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયમેરીકોમે કહ્યું હતું કોણ છે નિખત ?, હવે ગોલ્ડ જીત્યા બાદ આપ્યો...

મેરીકોમે કહ્યું હતું કોણ છે નિખત ?, હવે ગોલ્ડ જીત્યા બાદ આપ્યો જવાબ

- Advertisement -

વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય મહિલા બોક્સર નિખત ઝરીને ગુરુવારે ઈતિહાસ રચી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો. 52Kgકેટેગરીમાં નિખત થાઈલેન્ડની બોક્સરને હરાવી જીત મેળવી વિશ્વભરમાં ભારતનું નામ રોશન કર્યું છે.

- Advertisement -

તેલંગાણાની 25 વર્ષની નિખત ઝરીન 5મી ભારતીય મહિલા બોક્સર છે જેણે વર્લ્ડ બોક્સિંગ ચેમ્પીયનશીપમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. અગાઉ આ ચેમ્પિયનશીપમાં મેરીકોમે 6 વખત ગોલ્ડ જીત્યો છે. તે સિવાય સરિતા દેવી, જેની આરએલ અને લેખા સી. ગોલ્ડ જીતી ચુકી છે. નિખતને ભારતીય બોક્સિંગની નવી આશા માનવામાં આવી રહી છે. જોકે, નિખતને આ તક આસાનીથી નહોતી મળી. આ માટે તેણે મેરી કોમ સાથે રિંગની અંદર અને બહાર પોતાના અધિકારો માટે લડવું પડ્યું. 3 વર્ષના સંઘર્ષ બાદ નિખતને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લેવાની તક મળી અને તે ચેમ્પિયન બની છે.

બોક્સિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ મેરી કોમને ટોક્યો ઓલિમ્પિકમાં 51 કિગ્રા વર્ગ માટે ટ્રાયલ વિના પસંદ કરી હતી. અને તે વખતે ચેરમેન રાજેશ ભંડારીએ કહ્યું હતું કે નિખતને આપણે ભવિષ્યમાં મોકો આપીશું. આવી સ્થિતિમાં નિખતે ખેલ મંત્રી કિરેન રિજિજુને પત્ર લખીને તેની સામે અવાજ ઉઠાવ્યો હતો. બાદમાં મેરીકોમની ટ્રાયલ લઇને તેણીને સિલેક્ટ કરવામાં આવી હતી. અને નિખત સામે મુકાબલો કરવામાં આવ્યો હતો. જેમાં મેરીકોમ જીતી હતી. બાદમાં બન્ને બોક્સર વચ્ચે તકરાર થઇ હતી. પરંતુ જયારે ટોક્યો ઓલમ્પિક વખતે મેરીકોમ સામે નીખતે ટ્રાયલ માંગી ત્યારે મેરીકોમે પૂછ્યું હતું કે કોણ છે નિખત ? અને હવે ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યા બાદ નીખતે તેનો જવાબ આપ્યો છે. અને પ્રેસ સામે કહ્યું છે કે મારું નામ ટ્વીટર પર ટ્રેન્ડ થઇ રહ્યું છે ?

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular