હવામાન વિભાગે જણાવ્યું હતું કે, માસિક સરેરાશ મહતમ તાપમાન અનુસાર 121 વર્ષમાં આ વખતે ત્રીજો સૌથી ગરમ માર્ચ મહિનો રહ્યો છે. મહિના માટે તેની સમીક્ષામાં હવામાન વિભાગે જણાવ્યું છે કે, પર્યાવરણની અવધિમાં સામાન્ય31.24 ડિગ્રી, 18.87 ડિગ્રી અને 25.06 ડિગ્રી સેલ્યિસની તુલનામાં સમગ્ર દેશમાં દેશ માટે માસિક મહતમ, લઘુતમ અને મધ્યવર્તી તાપમાન અનુક્રમે 32.65 ડિગ્રી સેલ્સિયસની તુલનામાં સમગ્ર દેશ માટે માસિક મહતમ લઘુતમ અને મધ્યવર્તી તાપમાન અનુક્રમે 32.6પ ડિગ્રી સેલ્સિયસ 19.95 ડિગ્રી સેલ્સિયસ અને 26.30 ડિગ્રી સેલ્સિયસ રહ્યું. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, માર્ચ 2021 દરમ્યાન ઓલ ઇન્ડિયા સરેરાશ માસિક મહત્તમ તાપમાન છેલ્લા 11 વર્ષમાં સૌથી ગરમ અને છેલ્લા 121 વર્ષમાં ત્રીજો સૌથી ગરમ માર્ચ મહિનો રહ્યો છે.
અગાઉ આ તાપમાન 2010માં અને 2004માં અનુક્રમે 33.09 ડિગ્રી અને 32.82 ડિગ્રી સેલ્સિયસ હતું. હવામાન વિભાગે તેના અગાઉના અહેવાલમાં જણાવ્યું હતુ કે મધ્યવર્તી અને લઘુતમ તાપમાન અનુસાર જાન્યુઆરી અને ફેબ્રુઆરી પણ 121 વર્ષમાં ત્રીજા અને બીજા સૌથી ગરમ મહિના રહયા હતા. માર્ચમાં દેશના ઘણા ભાગોમાં તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. હવામાન વિભાગે જણાવ્યું છે કે, 29-31 માર્ચ દરમ્યાન ઘણી જગ્યાએ હીટવેવના સમાચાર હતા, જયારે પશ્ર્ચિમ રાજસ્થાનમાં ઘણી જગ્યાએ તીવ્ર ગરમીની પરિસ્થિતિ હતી. વિભાગ અનુસાર 30-31 માર્ચ દરમિયાન પૂર્વી રાજસ્થાન અને 31મી માર્ચે ઓડિશા અને પશ્ર્ચિમ બંગાળના ગંગાના મેદાનમાં કેટલાક સ્થળોએ, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, તમિલનાડુમાંથી હીટવેવના અહેવાલ પર મળ્યા છે. હવામાન વિભાગે કહ્યું કે, બારીપદા (ઓડિશા)માં 30 માર્ચે મહત્તમ તાપમાન 44.6 ડિગ્રી નોંધાયું હતું.