Tuesday, January 13, 2026
Homeરાજ્યજામનગરખીજડિયામાં જોવા મળેલ માર્બલ્ડ ડક નવું પક્ષી ન કહેવાય : જામસાહેબ

ખીજડિયામાં જોવા મળેલ માર્બલ્ડ ડક નવું પક્ષી ન કહેવાય : જામસાહેબ

ખીજડિયા બર્ડ સેંન્ચ્યુરીમાં માર્બલ્ડ ડક પક્ષી જોવા મળ્યું હતું. જેને લઇ જામનગરના જામસાહેબ શત્રુસલ્યસિંહજી દ્વારા ખુશી વ્યકત કરી જણાવ્યું છે કે, આ પક્ષી જામનગર જિલ્લામાં આવતુ જતુ હશે જ. તેને ભાગ્યે જ જોવા મળે છે પરંતુ નવું પક્ષી ન કહી શકાય.

- Advertisement -

જામસાહેબે જણાવ્યું છે કે, ખીજડિયા બર્ડ સેંન્ચ્યુરીમાં માર્બલ્ડ ડક જોવા મળે છે. આ સાંભળીને ખુશી થઈ. માર્બલ્ડ ડક ભાગ્યે જ જામનગર જિલ્લામાં જોવા મળે છે. પરંતુ આ નવું પક્ષી નહીં કહેવાય. 1949 ની સાલમાં રણજીતસાગર તળાવમાં જામસાહેબ પાંચની ટુકડી જોઇ હતી જે ત્રણેક મહિના સુધી ત્યાં રોકાઈ હતી. વધારામાં એક મરાઠી વિદ્યાર્થી રાજકોટ યુનિ.માં બાયોલોજીની પીએચડી ડિગ્રી મેળીવ હતી. જેનો વિષય હતો કાઠે માળો કરતા પક્ષીઓ આ વિદ્યાર્થીએ પણ ઓખાની આસપાસ એક માર્બલ્ડ ડક જોઇ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular