Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયપેસેન્જરો અને સ્કૂલ બસોમાં ફાયર પ્રોટેકશન સિસ્ટમ ફરજિયાત

પેસેન્જરો અને સ્કૂલ બસોમાં ફાયર પ્રોટેકશન સિસ્ટમ ફરજિયાત

કેન્દ્રના માર્ગ પરિવહન મંત્રાલયે બહાર પાડયું જાહેરનામું

- Advertisement -

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે લાંબા અંતરની પેસેન્જર બસો અને સ્કૂલ બસોમાં ફાયર એલાર્મ અને સપ્રેસન સિસ્ટમ લગાવવી ફરજિયાત કરી દીધી છે. મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, જયાં લોકો બેસે છે ત્યાં લાંબા અંતરને કાપવા માટે બનાવવામાં આવેલી પેસેન્જર બસો અને સ્કૂલ બસોના ભાગમાં ફાયર પ્રોટેકશન સિસ્ટમ લગાવવી જરૂરી રહેશે.

- Advertisement -

આ માટે તાજેતરમાં જ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અત્યાર સુધી, ફકત આગને ઓળખવાની, એલાર્મ વગાડવાની અને ટ્રેનોના એન્જિન ભાગમાંથી નીકળતી દમન પ્રણાલીની સિસ્ટમ જ અમલમાં છે. ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ 135 મુજબ એન્જિનમાં આગ લાગવાની સ્થિતિમાં આ સિસ્ટમ એલર્ટ કરે છે. માર્ગ પરિવહન મંત્રાલયે જણાવ્યું હતું કે, ’ટાઇપ-3 બસ અને સ્કૂલ બસોની અંદર મુસાફરોના બેસવાના વિસ્તારમાં ફાયર એલાર્મ સિસ્ટમ લગાવવાની સિસ્ટમ મૂકવામાં આવી છે. ટાઇપ-3 બસો લાંબા અંતરને આવરી લેવા માટે બનાવવામાં આવી છે. બસોમાં આગ લાગવાની દ્યટનાઓ પર સંશોધનને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, આવા અકસ્માતો સમયે બસની અંદર બેઠેલા મુસાફરો મોટાભાગે ઊંચા તાપમાન અને ધુમાડાના કારણે જાનહાનિનો ભોગ બનતા હોય છે મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, જો યાત્રીઓના બેસવાના ભાગને ફાયર વોર્નિંગ સિસ્ટમથી સજ્જ કરવામાં આવે તો આ અકસ્માતોને ઘણી હદ સુધી રોકી શકાય છે. ચેતવણી મળ્યા બાદ મુસાફરોને તાત્કાલિક બસમાંથી બહાર નીકળવાનો સમય મળી જશે. આ પછી પોલીસ દ્વારા આ આદેશનો ભંગ થતો જોવા મળતા વાહનો સામે પણ કાર્યવાહી કરી શકાશે. આવી સ્થિતિમાં, તમને આ આદેશનું પાલન કરવાની સલાહ આપવામાં આવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular