Saturday, April 4, 2026
Homeરાજ્યજામનગરકૂતરાની બાબતે શખ્સ મહિલાના ઘરમાં ઘૂસી ગયો, ધકકો મારી પછાડી

કૂતરાની બાબતે શખ્સ મહિલાના ઘરમાં ઘૂસી ગયો, ધકકો મારી પછાડી

જામનગર શહેરના હનુમાન ટેકરી વિસ્તારમાં કૂતરાની બાબતે થયેલી મારામારીના બનાવમાં સામાપક્ષે પણ મહિલા દ્વારા શખ્સ વિરૂઘ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના 49, દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં હનુમાન ટેકરી, ગરબી ચોકમાં રહેતાં જયશ્રીબેન જગદિશભાઇ ગોરી (ઉ.વ.44) નામની મહિલાના પુત્રને મુકુલકુમારસિંઘની પત્ની સાથે કૂતરાની બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો. જે બાબતનો ખાર રાખી ગત્ તા. 31ના રોજ બપોરના સમયે મુકુલકુમારસિંઘ ઉર્ફે ગૌતમસિંઘ કમલેશસિંઘ કાકન નામનો શખ્સ ઘરમાં ઘૂસી ગયો હતો અને મહિલા તથા તેના પુત્ર સાથે ઝપાઝપી કરી જયશ્રીબેનને ધક્કો મારી દીવાલ સાથે ભટકાડી ઇજા પહોંચાડી અને પતાવી દેવાની ધમકી આપી હતી. મહિલા પરના હુમલાના બનાવની જાણ કરાતા પીએસઆઇ એલ. બી. જાડેજાએ મહિલાની વળતી ફરિયાદ નોંધી બન્ને પક્ષ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular