જામનગર શહેરમાં અંધાશ્રમ આવાસ ઓવરબ્રીજ નીચેના રેલવે ટ્રેક પર અજાણ્યા યુવાને ઝંપલાવી આપઘાત કર્યાના બનાવમાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં અંધાશ્રમ આવાસ પાસેના ઓવરબ્રીજ નીચેથી પસાર થતા રેલવે ટે્રક પરથી પસાર થતી ટ્રેન હેઠળ મધ્યરાત્રિના સમયે 40 વર્ષના અજાણ્યા યુવાને ઝંપલાવીને આપઘાત કર્યો હતો. આ અંગે મહમદ બાદશાહ દ્વારા જાણ કરાતા પીએસઆઈ ડી.પી. ચુડાસમા તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી ઓળખ માટેની તજવીજ હાથ ધરી પીએમ માટે મોકલ્યો હતો. મૃતકના વર્ણનના આધારે ઓળખ માટે તપાસ આરંભી હતી.