Thursday, September 19, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાંથી ચોરાઉ મોબાઇલ સાથે શખ્સ ઝડપાયો

જામનગર શહેરમાંથી ચોરાઉ મોબાઇલ સાથે શખ્સ ઝડપાયો

- Advertisement -

જામનગર શહેરના મહાકાળી સર્કલ પાસેથી એલસીબીની ટીમે શક પડતા ત્રણ મોબાઇલ ફોન સાથે શખ્સને ઝડપી લીધો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં મહાકાળી સર્કલ પાસેથી પસાર થનાર શખ્સ પાસે શક પડતા મોબાઇલ હોવાની હેકો મયુદીન સૈયદ અને અરજણ કોડીયાતરને મળેલી બાતમીના આધારે પીઆઇ જે.વી. ચૌધરી તથા ટીમે વોચ ગોઠવી બાતમી મુજબનો શખ્સ પસાર થતા આંતરીને જુસબ ઉર્ફે સોહિલ રજાક શેખ ફકીર નામના શખ્સની તલાસી લેતા તેની પાસેથી રૂા.15,000 ની કિંમતના આધાર પુરાવા વગરના ત્રણ મોબાઇલ ફોન મળી આવતા પૂછપરછ હાથ ધરતા આ મોબાઇલ ભીડભાડવાળા વિસ્તારોમાંથી જુદાં-જુદાં સમયે ચોરી કર્યાની કેફિયત આપી હતી. એલસીબીએ મોબાઇલ કબ્જે કરી વધુ તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular