Tuesday, March 10, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં ક્રેટા કારમાંથી દારૂ-બિયરના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

જામનગરમાં ક્રેટા કારમાંથી દારૂ-બિયરના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

રણજિતનગર, નેવિલ પાર્કમાં પોલીસનો દરોડો : 112 બોટલ દારૂ, 46 નંગ ચપલા તથા 72 ટીન બિયરના કબ્જે : રૂા. 3 લાખની કાર સહિતનો મુદામાલ ઝબ્બે : પૂછપરછમાં વધુ એક શખ્સની સંડોવણી ખુલી

જામનગર શહેરના રણજિત નગર, નેવિલ પાર્ક પાસેથી પોલીસે ક્રેટા કારની તલાશી લેતાં તેમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો, ચપટા તથા બિયર મળી આવતા સિટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટાફે દારૂનો જથ્થો અને કાર સહિત એક શખ્સની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

દારૂના દરોડાની મળતી વિગત મુજબ જામનગર શહેરના રણજિતનગર પાસે આવેલા નેવિલ પાર્ક પાસેથી પસાર થનારી ક્રેટા કારમાં દારૂ-બિયરનો જથ્થો હોવાની હે.કો. યુવરાજસિંહ જાડેજા, એએસઆઇ યશપાલસિંહ જાડેજા, પો.કો. વનરાજભાઇ ખવડને મળેલી સંયુક્ત બાતમીના આધારે પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એન. બી. ડાભી, એએસઆઇ યશપાલસિંહ જાડેજા, સુખદેવસિંહ જાડેજા, રાજેશભાઇ બથવાર, હે.કો.યુવરાજસિંહ જાડેજા, ખીમશીભાઇ ડાંગર, શિવભદ્રસિંહ જાડેજા, હર્ષદભાઇ પરમાર, મહાવીરસિંહ જાડેજા, પ્રવીણભાઇ પરમાર, પો.કો. વનરાજભાઇ ખવડ અને હોમદેવસિંહ જાડેજા સહિતના સ્ટાફએ વોચ ગોઠવી હતી.

વોચ દરમ્યાન બાતમી મુજબની જીજે05 જેએન 8899 નંબરની ક્રેટા કારને આંતરી તેની તલાશી લેતાં તેમાંથી વિદેશી દારૂની રૂા. 56 હજારની કિંમતની 112 બોટલ, રૂા. 9200ની કિંમતના 46 નંગ ચપલા તથા રૂા. 15,840ની કિંમતના બિયરના ટીન 72 નંગ અને રૂા. 3 લાખની કાર સહિત કુલ રૂા. 3,81,040ના મુદામાલ સાથે કારચાલક કપિલ રાજુભાઇ ધનવાણીની ધરપકડ કરી હતી. પકડાયેલા શખ્સની પૂછપરછ કરતાં મનિષ ઉર્ફે મનિયો પલી દામા નામના શખ્સની સંડોવણી ખુલતા પોલીસે બે શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular