જામનગર શહેરન પવનચકકી સર્કલ પાસેથી પસાર થતા દોઢીયા ગામના શખ્સને સીટી એ ડીવીઝન પોલીસે આંતરીને તલાસી લેતા તેની પાસેથી દારૂની છ બોટલ મળી આવતા પૂછપરછ હાથ ધરી હતી. ધ્રોલ તાલુકાના માવાપર ગામમાંથી સ્થાનિક પોલીસે દારૂની બોટલ સાથે શખ્સને ઝડપી લીધો હતો.
દારૂ અંગેના દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરના પવનચકકી સર્કલ પાસેથી પસાર થતા સાગર વશરામ પીંગળ નામના દોઢીયા ગામના શખ્સને સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.3000 ની કિંમતની 6 બોટલ ઈંગ્લીશ દારૂ મળી આવતા પોલીસે રૂા.1000 નો મોબાઇલ અને દારૂ મળી કુલ રૂા.4000 નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજો દરોડો, ધ્રોલ તાલુકાના માવાપર ગામના સ્મશાન પાસેથી પસાર થતા સિંધા વિરમ વરૂ નામના શખ્સને ધ્રોલ પોલીસે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.500 ની દારૂની બોટલ મળી આવતા પોલીસે રૂા.40000 ની કિંમતનું બાઈક અને રૂા.500 ની બોટલ મળી કુલ રૂા.40500 ના મુદ્ામાલ સાથે ધરપકડ કરી હતી.


