Monday, April 6, 2026
Homeરાજ્યહાલારધ્રોલના ખાખરા નજીકથી ફોર્ચ્યુનર કારમાં દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

ધ્રોલના ખાખરા નજીકથી ફોર્ચ્યુનર કારમાં દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

સ્થાનિક પોલીસે બાતમીના આધારે આંતરી લીધો : 1852 નંગ નાની બોટલો કબ્જે : દારૂ મંગાવનાર અને સપ્લાયર સહિતના સાત શખ્સોના નામ ખુલ્યા : ભીમવાસમાં રહેણાંક મકાનમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો : બે શખ્સોની શોધખોળ : જામનગરમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝબ્બે : બે શખ્સો નાશી ગયા

ધ્રોલ તાલુકાના ખાખરા ગામથી જીવાપર તરફના માર્ગ પરથી પસાર થતી ફોર્ચ્યુનર કારને આંતરીને તલાશી લેતાં કારમાંથી 1852 નંગ ઇંગ્લીશ દારૂની બોટલો મળી આવતાં પોલીસે રૂા. 18.22 લાખના મુદામાલ સાથે શખ્સને ઝડપી લઇ આઠ શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ દારૂના દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો ધ્રોલ તાલુકાના ખાખરા ગામથી જીવાપર જવાના માર્ગ પરથી પસાર થતી કારમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી પીઆઇ એચ. વી. રાઠોડ અને પીએઅસાઇ એમ. એમ. કુંભારવાડિયા તથા સ્ટાફએ વોચ ગોઠવી હતી. તે દરમ્યાન બાતમી મુજબની જીજ27 ડીબી 0007 નંબરની ફોર્ચ્યુનર કારને આંતરી લીધી હતી. કારમાંથી તલાશી લેતાં રૂા. 2,77,800ની કિંમતની 1852 નંગ નાની ઇંગ્લીશ દારૂની બોટલો મળી આવતાં પોલીસે ઘનશ્યામગીરી ઉર્ફે ધુળો જગદિશગીરી ગોસાઇ (ઉ.વ.40, ધંધો : ડ્રાઇવિંગ, રહે. શ્રી હરિ ગાંધીગ્રામ, ગાંધીનગર, શેરી નંબર 03, 150 ફુટ રીંગ રોડ, નાણાવટી ચોક, ભીમેશ્ર્વર પાર્ટી પ્લોટ, રાજકોટ) નામના શખ્સને ઝડપી લઇ રૂા. 15 લાખની કિંમતની કાર અને રૂા. 45 હજારની કિંમતના બે મોબાઇ ફોન મળી કુલ રૂા. 18,22,800ના મુદામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરી હતી.

પોલીસની પૂછપરછ દરમયાન ઘનશ્યાગિરીએ આપેલી કેફિયત મુજબ પૃથ્વીરાજસિંહ શાંતુભાઇ ધાંધલ (રહે. મોરબી રોડ રાજલક્ષ્મી સોસાયટી, રાજકોટ), યશપાલસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ રામસિંહ જાડેજા, સિદ્ધરાજસિંહ વેલુભા જાડેજા, મફતસિંહ ઉર્ફે જયપાલસિંહ બળુભા જાડેજા, અરવિંદસિંહ કિરીટસિંહ જાડેજા તથા શાંતુભા જશુભા જાડેજા (રહે. બધા ખાખરા, તા. ધ્રોલ, જિ. જામનગર) નામના સાત શખ્સો નાશી ગયા હોય જેથી પોલીસે કુલ આઠ શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

બીજો દરોડો જામનગરના ભીમવાસની શેરી નંબર 3માં આવેલા મહેમુદ સિદિક દલના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પીએસઆઇ ડી. જી. રાજ તથા સ્ટાફએ રેઇડ દરમ્યાન મકાનની તલાશી લેતાં ભારતીય બનાવટની રૂા. 35,500ની કિંમતની ઇંગ્લીશ દારૂની 71 બોટલ મળી આવતાં પોલીસે નાશી ગયેલા મહેમુદ સિદિક દલ તથા ઇકબાલ સિદિક દલ નામના બન્ને શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી બન્નેની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
ત્રીજો દરોડો જામનગર શહેરના આઇટીઆઇ ગેટ પાસેથી પસાર થતાં બાઇકચાલક અમિત નરશી સોલંકી નામના શખ્સને સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફે આંતરીને તલાશી લેતાં તેના કબ્જામાંથી રૂા. 17,800ની કિંમતની 6 બોટલ ઇંગ્લીશ દારૂ મળી આવતાં પોલીસે દારૂ અને બાઇક કબ્જે કરી હતી. તેમજ પોલીસને જોઇને જીજે10 ઇબી 2747 નંબરની બાઇક મૂકી નાશી ગયેલા ચાલક અને કુશલ પ્રકાશ સોલંકી નામના બે શખ્સો ફરાર થઇ ગયા હતા. પોલીસે અમિતની દારૂના જથ્થા સાથે ધરપકડ કરી રૂા. 1,20,000ની કિંમતના બે બાઇક મળી કુલ રૂા. 1,37,800નો મુદામાલ કબ્જે કરી નાશી ગયેલા કુશલ પ્રકાશ સોલંકી અને અજાણ્યા બાઇક ચાલક સહિત ત્રણ શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી કાર્યવાહી આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular