દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસ દ્વારા દારૂ, જુગાર તથા ક્રિકેટ મેચના સટ્ટા સામે હાથ ધરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત ખંભાળિયા તાલુકાના સલાયા વિસ્તારમાં એલસીબી પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીમાં હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ જાડેજા તથા કુલદીપસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે સલાયામાંથી શનિવારે સાંજે પોલીસે ચેન્નાઈ તથા મુંબઈની ક્રિકેટ ટીમ વચ્ચે ચાલી રહેલા મેચમાં રન ફેર તથા હારજીતના પરિણામો પર જુગાર (સટ્ટો) રમતા હસમુખ લાભુભાઈ વિઠલાણી (ઉ.વ. 47, રહે. યોગેશ્વરનગર, ખંભાળિયા) નામના શખ્સને દબોચી લઇ, તેની પાસેથી રૂપિયા 11,590 રોકડા તથા રૂપિયા 10,000ની કિંમતનો મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 21590નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ મુજબ કાર્યવાહી કરી હતી.
આ પ્રકરણમાં ચોક્કસ મોબાઈલ નંબર ધરાવતા શખ્સોની પણ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર પ્રકરણ અંગે સલાયા મરીન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ અંગેની કાર્યવાહી એલસીબીના પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એસ.વી. ગળચર, સજુભા જાડેજા, કુલદીપસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, દિનેશભાઈ માડમ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.